નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar Crime News: ઠેર-ઠેર સગીરાઓ દુષ્કર્મનો (Rape) શિકાર બની રહી છે. ત્યાં જામનગરના (Jamnagar) લાખાબાળમાં એક સ્કુલમાંથી પણ શિક્ષણને શર્મસાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાખાબાળની SKFT સ્કૂલના પ્રિન્સિપાલ (Principal) મનીષ બૂચ સામે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની સીટી બી ડિવિઝન પોલીસમાં (Jamnagar Police) ફરિયાદ નોંધાઈ છે.
આજરોજ જામનગરની SKFT સ્કૂલના આચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ત્યારે સમગ્ર મામલો શું છે તે વિશે પોલીસ કોઈ માહિતી ન આપીને ભેદી મૌન સેવી રહી છે. જેના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ત્યારે પીડિતાને ન્યાય અપાવવા માટે ABVP મેદાને આવ્યું છે અને વિરોધ નોંધાવ્યો છે.
આ જ ABVP આજ આચાર્ય વિરુદ્ધ અગાઉ પણ અન્ય એક કેસને લઇ સીટી સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો રેકોર્ડ ખુલ્યો છે. ત્યારે આજે ABVPના કાર્યકર્તાઓએ એસપી ઓફિસે પહોંચી આરોપીની વહેલી તકે ઘરપકડ કરવા અને 5 દિવસમાં ચાર્જશિટ ફાઇલ કરી ઝડપી ન્યાય આપવાની માગ સાથે રજૂઆત કરી છે. તો આચાર્ય પર સતત સગીરાને ધમકાવી અને દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
આ આચાર્યએ અનેક ગુના આચર્યા હોવાનો અને પેપરલીક જેવા ગંભીર કેસમાં પણ તેની સંડોવણી હોવાનો જામનગર ABVPના મહામંત્રીએ ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે જો ઝડપી કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ABVPના કાર્યકર્તાઓએ વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
મહત્વનું છે, કે આ આચાર્યની પેપરલીકમા પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને દુષ્કર્મની પણ ફરિયાદ દાખલ થઈ છે. તો જો આની વધુ તપાસ થાય તો અનેક રહસ્યોની સાથે અનેક રાજકિય નામો પણ બહાર આવવાની સંભાવનાઓ હોઈ પોલીસ આ કેસને દબાવી રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








