Sunday, September 6, 2026
HomeGujaratSuratસુરતમાં AAP જોખમમાં! જો વધુ કોર્પોરેટર તૂટે તો વિરોધ પક્ષનું પદ ગયું...

સુરતમાં AAP જોખમમાં! જો વધુ કોર્પોરેટર તૂટે તો વિરોધ પક્ષનું પદ ગયું સમજો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: AAP Corporators Join BJP In Surat : સુરત આમ આદમી પાર્ટીમાં (Surat AAP) મોટું ભંગાણ સર્જાયુ છે. વધુ એકવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં સમલિપ્ત થયા છે. ગતરોજ 6 જેટલાં કોર્પોરેટરે સુરત ભાજપ શહેર કાર્યાલય ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં કોર્પોરેટર નિરાલી પટેલ, અશોક ધામી, કિરણ ખોખણી, ઘનશ્યામ મકવાણાં, ધમેન્દ્ર વાવલિયા, સ્વાતિબેન કયાડાએ ભાજપનો (BJP Gujarat)ભગવો ધારણ કર્યો છે. આ અગાઉ ચાર જેટલાં AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને ગતરોજ વધુ 6 કોર્પોરેટર જોડાતા કુલ 10 જેટલા કોર્પોરેટરે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 જેટલી બેઠકો સાથે AAPએ વિપક્ષ પદ ધારણ કર્યુ હતું અને એક બાદ એક ભંગાણ સર્જાતા હાલ કોર્પોરેટરની સંખ્યા માત્ર 13 પર પહોંચી છે. હજુ કેટલાંક ર્કોપોરેટરો પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા છે. એટલે સુરતમાં આપનો કિલ્લો ધ્વસ્ત થતો દેખાઈ રહ્યો છે. જેને લઈ આપ પ્રદેશ અધ્યક્ષ પણ સુરત દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે, “AAP પાર્ટીમાં વ્હાલા-દવલાની નીતિ ચાલે છે. પાર્ટીમાં અમને કોઈ માન-સન્માન મળતું ન હતું. પાર્ટીમાં સારા માણસ કરતા મારા માણસને મહત્વ અપાતું હોય તેવી પરિસ્થિતનું નિર્માણ થયું હતું. એટલે પાર્ટી અમારી સતત અવગણના કરતી હોય તે બાબતોનો અહેસાસ થતાં આ નિર્ણય કર્યો છે”.

- Advertisement -

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સ્વાતી કાયદાએ જણાવ્યું કે, “પ્રજા એ વિકાસના કામ ઝડપી અને વધુ થાય તેવું ઇચ્છતી હોય છે. અમે મહત્તમ પ્રયાસો કરીએ છીએ કે, પ્રજાના હિતના કામો વધારે થાય જે માટે આમ આદમી પાર્ટી કરતા ભાજપમાં વધારે સારી રીતે પ્રજાના કામ કરી શકીશું તેવા ઉદ્દેશ્ય સાથે અમે જોડાયા”.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ જણાવ્યું કે, “જે રીતે પાર્ટીમાં સતત અમને ઈગ્નોર કરાતા હતા અને કોઈપણ કામમાં વિશ્વાસમાં લેતા ન હતા તેમજ વોર્ડમાં કામ કરવા દેતા ન હતા એટલે અમે ભાજપમાં જોડાયા.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર મકવાણાએ જણાવ્યું કે, “જન-પ્રતિનિધિનું કામ હોય છે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવું પણ અમને તક મળતી ન હતી અને અમે ગૂંગળામણ અનુભવતા હતા”.

- Advertisement -

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કિરણ ખોખણીએ જણાવ્યું કે, “અમે વેચાયા નથી. આપ પહેલાં લાગતી હતી કે, ઈમાનદારી પાર્ટી છે, પણ આવુ કંઈ નથી”.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અશોક ધામીએ જણાવ્યું કે, “અમે જનતા માટે સારા કામો કરવાના હતા, પણ પાર્ટી કરવા દેતી ન હતી. જેના કારણે પાર્ટીની સતત અડચણથી અમે ભાજપમાં જોડાયા”.

કયા વોર્ડના કોર્પોરેટર ભાજપ જોડાયા?

(1) વોર્ડ નં 4 ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા ભાજપમાં જોડાયા

- Advertisement -

(2) વોર્ડ નં 4 ના ધર્મેન્દ્રભાઈ વાવલિયા ભાજપમાં જોડાયા

(3) વોર્ડ નં 5 ના કિરણભાઈ ખોખાણી ભાજપમાં જોડાયા

(4) વોર્ડ નં 5 ના અશોકભાઈ ધામી ભાજપમાં જોડાયા

(5) વોર્ડ નં 5 ના નિરાલીબેન પટેલ ભાજપમાં જોડાયાં

(6) વોર્ડ નં 6 ના સ્વાતિબેન કાયડા પટેલ ભાજપમાં જોડાયાં

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “દેશહિત અને રાજ્યહિત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે સાચી દિશા અપનાવી ભાજપમાં જોડાયા છે. વિકાસની વિચારધારાથી પ્રભાવિત 10 જેટલાં કોર્પોરેટરે રાજીનામું આપી ભાજપ સાથે કામ કરવાનું પસંદ કર્યુ છે. જેને અમે આવકારીએ છીએ. તમામ ભાજપ પરિવારમાં જોડાનારા કોર્પોરેટરોનું હું દિલથી સ્વાગત કરુ છું”.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular