Sunday, April 19, 2026
HomeGujaratકચ્છના જખૌ વિસ્તારમાંથી પ્લાસ્ટીકના બંધ પેકેટમાં મળી આવી એવી ચીજ કે…

કચ્છના જખૌ વિસ્તારમાંથી પ્લાસ્ટીકના બંધ પેકેટમાં મળી આવી એવી ચીજ કે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ : Kutch News: કચ્છનો જખૌ (Jakhau) વિસ્તાર હંમેશા ચર્ચામાં રહ્યો છે. અહીંયા દરિયાકિનારો હોવાથી અવાર નવાર દરિયાઈ માર્ગે કંઈ ને કંઈ મળી આવવાના સમાચારો મળતા રહે છે. એ પછી ઘુસણખોરી કરતાં માણસો હોય કે નશાકારી પદાર્થો (narcotic)! ત્યારે આજે પણ જખૌ વિસ્તામાંથી એક પ્લાસ્ટીકનું બંધ પેકેટ મળી આવ્યું છે. જેમાં લખ્યું છે, ‘અફ્ઘાન પ્રોડક્ટ’. (AFGHAN Product) શું છે આ ચીજ વાંચો અહેવાલમાં…

ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. આ પહેલાં પણ દરિયાઇ માર્ગે ઘુસણખોરી દ્વારા નશાનો કારોબાર ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને આ વિસ્તારમાં ફોર્સની ટીમ સતત પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે. તાજેતરમાં 12 એપ્રિલના રોજ કચ્છના જખૌ દરિયા કિનારેથી 10 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ પર પણ ‘અફ્ઘાન પ્રોડક્ટ’ લખેલું હતું.

- Advertisement -

ત્યારે આજે પણ આવું જ ‘અફ્ઘાન પ્રોડક્ટ’ લખેલું એક પેકેટ મળી આવ્યું છે. જે અગાઉ મળી આવેલા પેકેટના સ્થળથી 5 કિમી દૂર હતું. આ પેકેટ બીજું કંઈ નહીં પણ એક પ્લાસ્ટીકના પેકેટમાં બંધ ચરસ છે. આ ચરસનું પેકેટ પાણીના પ્રવાહ સાથે તણાઇ આવ્યું હોવાની આશંકા હાલ સિક્યોરીટી ફોર્સ સેવી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પેકેટ મળતા સિક્યોરીટી ફોર્સ વધુ સતર્ક થઈ ગઈ છે, બીએસએફના (BSF) જવાનોએ તે વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ત્યારે આ ચરસનું પેકેટ પાણીના પ્રવાહમાં પાકિસ્તાન તરફથી આવતા દરિયાઇ મોજા સાથે તણાઇને દરિયા કિનારે આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular