નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: રાજ્યમાં બનતી હત્યાની ઘટનાઓના કેટલાક કારણો ચોંકાવનારા હોય છે. જમીન માટે, પૈસાની લેતીદેતી બાબતે થતી હત્યાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. પણ જ્યારે સજાતીય સબંધ મામલે હત્યાની ઘટના સામે આવે ત્યારે હરકોઈ વ્યક્તિ આશ્વર્ય અનુભવે છે. ત્યારે જામનગરમાં (Jamnagar) 16 વર્ષના સગીરની બે યુવકોએ સજાતીય સબંધ મામલે હત્યા કરવાના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં આવેલા મોહન નગર વિસ્તારમાં રહેતા એક સગીરની ગુમ થયા હોવાની ફરિયાદ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ધોરણ-11માં અભ્યાસ કરતો સગીર સ્કૂલ યુનિફોર્મ સાથે જ ગુમ થયો હતો. સગીરના માતા પિતાએ ગઈકાલે દીકરાના ગુ થવા બાબતે જે ફરિયાદ નોંધાવી હતી તે અનુસંધાને પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે જામનગરના સૂવરડા ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો તથા મૃતદેહ અર્ધબળેલી હાલતમાં હતો. પોલીસની ઝીણવટભરી તપાસમાં એ પણ સામે આવ્યું કે, સગીરને ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી છે. જે બાબતે પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ પણ હાથ ધરી હતી. એવામાં પોલીસને લાસ્ટ સીન થીયરી એટલે કે છેલ્લે સગીર કોની સાથે હતો તે અંગે CCTV ચેક કરતાં પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા પડી ગઈ હતી અને પોલીસે આરોપીઓને ઝડપી પાડી હત્યા બાબતે પૂછતા ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, બે આરોપીઓ શુભમ પરમાર અને ખુશાલ બારડ સાથે મૃતક સગીરને મિત્રતા હતી અને સગીર સાથે સજાતીય સબંધ બાબતે આરોપીઓએ સગીરની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓએ સગીરને કોઈ ઈન્જેક્શન આપ્યા હોવાની વાત પણ મીડિયા સાથેની વાતમાં DySP એ જણાવ્યુ હતું. આરોપીઓએ લાશની ઓળખ ન થાય તે માટે મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાને લઈ પોલીસે આરોપીઓ સામે IPC 364, 302, 201 મુજબની કલમો દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796