નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવે છે. પરીક્ષામાં માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવે છે અને વિધાર્થીઓને મેળવેલા ગુણને આધારે ટકાવારી કે ડિવિઝન આપવામાં આવે છે, ત્યારે હવે માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 પરીક્ષાના ટકાવારીના માપદંડોમાં ફેરફાર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10 અને 12ના વિધાર્થીઓની ટકાવારી બાબતે મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ CBSE.GOV.IN પર જાહેરાત પણ કરવામાં આવી છે. જે મુજબ 2024માં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષામાં વિધાર્થીઓને રેન્ક કે ડિસટીક્શન માર્કસ આપવામાં આવશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સત્તાવાર વેબસાઈટ પર પોસ્ટ કરેલી સૂચનામાં જણાવ્યું કે, પેટા-નિયમોના પ્રકરણ 7ની પેટા કલમ 40.1 (3) મુજબ, કોઈ ટકા કે ડિવિઝન આપવામાં આવશે નહીં. CBSE કરેલા ટકાવારીના માપદંડોમાં ફેરફારોથી લાખો વિધાર્થીઓને અસર થવાની શક્યતા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વર્ષ-2024 માં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે 15 ફેબ્રુઆરીથી શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું, પણ તે બાબતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કોઈ ડેટ શીટ જાહેર કરવામાં આવી નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








