Monday, June 22, 2026
HomeGujaratAhmedabadગુજરાતના 206 જળાશયમાં માત્ર 36.78 ટકા પાણી, 126 ડેમમાં 25 ટકાથી પણ...

ગુજરાતના 206 જળાશયમાં માત્ર 36.78 ટકા પાણી, 126 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી, ગત વર્ષની સરખામણીએ 4.44 ટકા ઘટ

- Advertisement -

Water storage in Gujarat worrying condition : ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે ત્યારે જળાશયોમાં પાણીના સંગ્રહને લઈને ચિંતાજનક સ્થિતિ છે. રાજ્યના ડેમોમાં હાલ 36.78 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષે 206 જળાશયોમાં 41.22 ટકા પાણી હતું. જ્યારે આ વખતે 36.78 ટકા એટલે કે, 4.44 ટકા પાણી બચ્યું છે. હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં જે પાણીનો જથ્થો બચ્યો છે તે જુલાઈ મહિનાના અંત સુધી ચાલે એટલો છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલ 65.36 ટકા પાણી (Water situation in Sardar Sarovar Dam) ઉપલબ્ધ છે.

રાજ્યના 206 ડેમમાં માત્ર 7 ડેમોમાં 70થી 100 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે 20 ડેમમાં 50થી 70 ટકા, 53માં 25થી 30 ટકા અને 126 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. મધ્ય ગુજરાત (Central Gujarat) માં 53 ટકા, ઉત્તર ગુજરાત (North Gujarat) માં 40 ટકા, દક્ષિણ ગુજરાત (South Gujarat) માં 35 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છ (Saurashtra and Kutch) માં 27-27 ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. અત્રે નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85 ટકા, જામનગરમાં 12 ટકા, મોરબીમાં 23 ટકા, રાજકોટમાં 24 ટકા અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28 ટકા પાણી હાલમાં છે. રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેના પર જળાશયોની સ્થિતિનો સૌથી મોટો આધાર રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular