Monday, February 17, 2025
HomeGujaratનડિયાદના સિરપ કાંડ બાદ DGPના આદેશથી મહેસાણા SP અચલ ત્યાગીનો સપાટો

નડિયાદના સિરપ કાંડ બાદ DGPના આદેશથી મહેસાણા SP અચલ ત્યાગીનો સપાટો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતમાં આયુર્વેદિક નશાકારક સિરપનું ઠેકઠેકાણે ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યં છે. દરમિયાન ખેડાના નડીયાદમાં સિરપકાંડ (Nadiad Syrup Tagedy) સામે આવતા સમ્રગ ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ આ મામલે ગુજરાતનાં DGP વિકાસ સહાયએ (Vikas Sahay) દરેક જિલ્લાના SP અને શહેરના કમિશનરને આદેશ આપ્યા છે અને આવી નાશકારક સિરપ વેચતા લોકો સામે કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે. આ આદેશના પગલે મહેસાણા જિલ્લા પોલીસ (Mehsana Police) પણ હરકતમાં આવી છે અને આજે સમ્રગ જીલ્લાના 210 સ્થળો પર તપાસ કરી 2000 હજારથી વધુ આયુર્વેદિક સિરપ જપ્ત કરી સપાટો બોલાવી દીઘો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડામાં સિરપ કાંડ બાદ હવે ગુજરાત પોલીસ જાગી છે. આજે ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. મહેસાણા SOG અને LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે. મહેસાણા પોલાસે 2000થી વધુ બોટલ જપ્ત કરી છે. તો બીજી તરફ, ખેડા પોલીસે સિરપકાંડમાં ચાર પોલીસ અધિકારીઓ ધરાવતી SIT ની રચના કરી છે. નડિયા ડિવિઝનના DySP વી. આર. બાજપાઈની અધ્યક્ષતામાં SITની રચના કરાઈ છે. જેમાં SOG અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ થાય છે. મહેમદાવાદ PSIનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ SOG PI અને નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI ડી. એન. ચુડાસમા આ કેસની તપાસ કરી રહ્યાં છે.

- Advertisement -

તેવામાં મહેસાણા જિલ્લામાં ડોક્ટરના પિસ્ક્રીપ્શન વગર મેડીકલ સ્ટોર અને પાન-પાર્લર તેમજ કરીયાણાની દુકાન પર નાશકારક સિરપ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. તેવામાં પોલીસ દ્વારા આજે DGPના આદેશથી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં મહેસાણામાં કુલ 210 જગ્યા પર પાન પાર્લર ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 6 જગ્યાઓ પરથી LCB, SOG, કડી પોલીસ, ઊંઝા પોલીસ, મહેસાણા બી ડિવિઝન, એ ડિવિઝન, લાઘણજ અને સાંથલ પોલીસે તપાસ કરી વિવિઘ કંપનીની નાશકારક આયુર્વેદિક સિરપની 2600થી વઘુ બોટલ જપ્ત કરી હતી. જેની અંદાજીત કીંમત 3 લાખથી વધુ થાય છે. હવે તે જોવાનું રહે છે કે, આ તપાસનો સિલસિલો ક્યાં જઈને અટકે છે. તેમજ જીલ્લામાં MD ડ્રગ અને દારુ જેવા નશાકાર પદાર્થોનું વેચાણ થતું અટકાવવા પણ પોલીસ કેટલા ઝડપી સક્રીય બને છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular