Thursday, April 18, 2024
HomeGeneralઘાટીમાં એન્કાઉન્ટરઃ કાશ્મીરમાં આઈઈડી હુમલાનો માસ્ટરમાંઈન્ડ હતો આતંકી જાહિદ, યુવાનોને બનાવતો હતો...

ઘાટીમાં એન્કાઉન્ટરઃ કાશ્મીરમાં આઈઈડી હુમલાનો માસ્ટરમાંઈન્ડ હતો આતંકી જાહિદ, યુવાનોને બનાવતો હતો આતંકવાદી

- Advertisement -

નવજીવન. શ્રીનગરઃ સુરક્ષાદળોએ ઘાટીમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં લશ્કર એ તોયબા અને જૈશ એ મહોમ્મદના પાંચ આતંકવાદીઓને ઢેર કરી નાખ્યા છે. તેમાં જૈશના સ્થાનિક ઝાહિદ વાની સહિત એક પાકિસ્તાની આતંકી શામેલ છે. શનિવારે જમ્મૂ કાશ્મીરના પુલવામા અને બડગામ જિલ્લામાં બે જગ્યા પર એન્કાઉન્ટર થયું હતું. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે પહેલું એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં થયું હતું તેમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા.

બીજી ઘટના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફ વિસ્તારમાં બની હતી, જ્યાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ચરાર-એ-શરીફ, બડગામમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી માર્યો ગયો.

- Advertisement -



એન્કાઉન્ટર સ્થળ પરથી એક AK-56 રાઈફલ સહિત ગુનાહિત સામગ્રી મળી

એન્કાઉન્ટર સ્થળ પરથી AK-56 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. આઈજીએ કહ્યું કે, જૈશ કમાન્ડર ઝાહિદ વાની સહિત પાંચ આતંકીઓને માર્યા જવું એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. છેલ્લા 12 કલાકમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનો લશ્કર અને જૈશ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું હતું.

- Advertisement -

કાશ્મીરમાં 11 એન્કાઉન્ટરમાં 8 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા

આઈજી વિજય કુમારે કહ્યું કે કાશ્મીરમાં 11 એન્કાઉન્ટરમાં 8 પાકિસ્તાનીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓનો ખાત્મો થવાથી સંગઠનમાં યુવાનોની સામેલગીરી ઘટશે. આનાથી ઘાટીમાં શાંતિ અને વિકાસને પ્રોત્સાહન મળશે.

પોલીસ ઘણા સમયથી ઝાહિદને શોધી રહી હતી

- Advertisement -

પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે જૈશના આતંકવાદી ઝાહિદ વાનીની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. ઈનપુટ મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન, પુલવામામાં જાહિદ વાની અને પાકિસ્તાની આતંકવાદી સહિત 3 અન્ય લોકો માર્યા ગયા હતા. આ સિવાય અન્ય એક ઓપરેશનમાં બડગામમાં એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો. તે લશ્કર અને ટીઆરએફ માટે કામ કરતો હતો.



મેજર જનરલ પ્રશાંત શ્રીવાસ્તવે કહ્યું કે, ઓપરેશન બાદ જૈશનો સ્થાનિક નેતા ઝાહિદ મંસૂર વાની માર્યો ગયો હતો. તે 2017 થી વિવિધ IED હુમલાઓ કરી રહ્યો હતો. તે IED હુમલાના માસ્ટર માઇન્ડ્સમાંનો એક હતો. આ સિવાય તે અન્ય યુવાનોને પણ સંગઠનમાં સામેલ કરતો હતો.

આઈજીપી વિજય કુમારે કહ્યું કે, બંને એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં પુલવામામાં ચાર અને બડગામમાં એક આતંકી સામેલ છે. પુલવામામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક ઝાહિદ વાની અનેક હત્યાઓમાં સામેલ હતો. તે અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. તે જૈશના પુલવામા સહિત સમગ્ર ખીણનો સ્થાનિક નેતા હતો.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular