Sunday, April 26, 2026
HomeGeneralSurat : ટ્રકે ટક્કર મારી અને બાઈક સવાર બંને ભાઈને ઘસડ્યા, મોટા...

Surat : ટ્રકે ટક્કર મારી અને બાઈક સવાર બંને ભાઈને ઘસડ્યા, મોટા ભાઈનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં બ્રિજ નીચે બેફામ ગતિથી દોડતી સુમુલ ડેરીની ટ્ર્કે બાઈકને ટક્કર મારતા એક આધેડનું મોત (Fatal accident in Surat) નિપજ્યું છે. જ્યારે બાઈક પર સવાર મૃતકના નાના ભાઈને ગંભીર રીતે ઈજા થઈ છે. આ મામલે કતારગામ પોલીસે (Katargam Police) ટ્રક ચાલક પ્રિન્સ સંજયભાઈ પાલ (ઉ. 18 રહે. મહિધરપુરા, સુરત) ની સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

નાના વરાછામાં રહેતા વજુભાઈ ગેવરીયા (ઉ. 52) અને તેમના મોટા ભાઈ કાંતિભાઈ ગેવરીયા (ઉ. 54 રહે. સરથાણા) બાઈક પર જઈ રહ્યાં હતાં. કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે સર્કલ પાસે ટર્ન લેતી વખતે સુમુલ ડેરીની ટ્રકે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ બાઈક પરથી બંને ભાઈઓ ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી. કાંતિભાઈને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular