નવજીવન ન્યુઝ. ગાંધીનગર: ગુજરાતમાં થોડા દિવસ અગાઉ ભારતીય જાણતા પાર્ટીના અલગ અલગ પેજ અમિતિના પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. તેમણે તમામ પેજ પ્રમુખોને જણાવ્યુ હતું કે આપના પેજના દરેક સભ્યો જોડે નામો એપ પર જઈને માઇક્રો ડોનેશન એટલે કે સૂક્ષ્મ દાન કરવો જેમ કે 50 રૂપિયા, 20 રૂપિયા કે 10 રૂપિયા. જેનાથી ભાજપનું સંગઠન મજબૂત બનશે. ભાજપ હંમેશા સંગઠનની શક્તિને મહત્વ આપે છે. સંગઠનને મજબૂત બનાવવા માટે જ આ મુહિમ શરૂ કરવામાં આવી છે.
નામો એપ પર જે માઇક્રો ડોનેશન મુહિમ ચાલી રહી છે જેના અંતર્ગત ગઇકાલે ગુજરાત કોંગેસના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી 5 રૂપિયાનું દાન ભારતીય જાનતા પાર્ટીને થયું છે. તેવો મેસેજ તેમને મળ્યો હતો. રાત્રિના 2 વાગે પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી 5 રૂપિયા ભાજપના એકાઉન્ટમાં ડોનેટ થવાનો મેસેજ આવતા પરેશ ધાનાણી પોતે ચોંકી ઉઠ્યા હતા. તેમના એકાઉન્ટ માંથી પૈસા ભાજપમાં કેવી રીતે ગયા તે અંગે તેઓ મૂંઝાયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પરેશ ધાનાણીને ભાજપના પેજ સમિતિના પ્રમુખ બનવા માટે ફોન ગ્યો હતો અને હવે તેમના એકાઉન્ટમાંથી આવી રીતે ભાજપને 5 રૂપિયાનું માઇક્રો ડોનેશન થઈ ગયું છે જેના અંગે તેને કોઈ જાણ નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












