Sunday, April 26, 2026
HomeGujaratલો બોલો! આ બે બૂથ પર EVMમાં કૉંગ્રેસનું બટન જ દબાતું નહોતું!...

લો બોલો! આ બે બૂથ પર EVMમાં કૉંગ્રેસનું બટન જ દબાતું નહોતું! થોડા સમય માટે મતદાન સ્થગિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આજે ગુજરાત લોકશાહીનો મહાપર્વ મનાવી રહ્યું છે. એમાં પણ સવારે નવ વાગ્યા સુધીના મતદાનના આંકડા જોઈએ તો સરેરાશ 9-10 ટકા જ મતદાન થયું છે. એમાં પણ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે. ત્યાંના બે બૂથ પર મૂકવામાં આવેલા EVMમાં કૉંગ્રેસના ઉમેદવારને મત જ નથી આપી શકાતો.

લગભગ સાડા સાત વાગ્યે કૉંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ જોષીને કોઈ મતદારે જાણ કરી કે, ભાઠામાં શાળા નં-7 પર મતદાન ચાલી રહ્યું છે. તેમાં EVMમાં કૉંગ્રેસના ઉમેદવારનું બટન દબાવતાં લાઇટ થતી નથી અને એમાં વોટ પડતો નથી. ઘટનાની જાણ થતાં કૉંગ્રેસના નેતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને ચૂંટણી અટકાવવા માટે મથકના ઇન્ચાર્જ પાસે ચૂંટણી અટકાવવા માટેનું ફોર્મ માગ્યું તો એમની પાસે એ પણ નહોતું. મથકના મુખ્ય અધિકારીને EVM બદલવાની ભલામણ પણ કરી. થોડીઘણી રકઝક બાદ EVM બદલવામાં આવ્યું હતું.

- Advertisement -

લગભગ આઠેક વાગ્યે જી.બી. શાહ કૉલેજમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ જોષીએ ત્યાનું પણ EVM બદલવાની માગણી કરી. પરંતુ મથકના ઇન્ચાર્જ તરફની સહકાર ન મળતાં જિગ્નેશ જોષીએ સ્થાનિક પોલિસ ને ઇલેક્શન કમિશનની મદદ માગી હતી. લગભગ અડધો કલાકની જદ્દોજહદ બાદ ત્યાં પણ EVM બદલવામાં આવ્યું હતું.

આ મામલે મીડિયા સાથે વાત કરતા જિગ્નેશ જોષીએ EVM પર અનેક સવાલ ઉઠાવ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular