Saturday, March 15, 2025
HomeNationalબેંક ATMના ટ્રાન્જેક્શનના આધારે કેવી રીતે ડબલ મર્ડર કેસના આરોપીને પોલીસે ઝડપી...

બેંક ATMના ટ્રાન્જેક્શનના આધારે કેવી રીતે ડબલ મર્ડર કેસના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઈન્દોર: Indore double murder case: દેશમાં બનતી હત્યા જેવી જેવા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ માટે પણ કેટલીક વાર પડકારરૂપ હોય છે. આજના આધુનિક સમયમાં પોલીસ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચે છે, તે ટેક્નોલોજીથી હવે આરોપીઓ પણ વાકેફ થયા છે અને ગુનાઓને અંજામ આપી પોલીસ પકડાથી દૂર રહે છે. ત્યારે ઈન્દોરમાં પિતા અને બહેનની હત્યા કરનાર પુત્રને પોલીસે બેંક ATMના ટ્રાન્જેક્શન આધારે ઝડપી પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંયોગિતાગંજ પોલીસને ૮ નવેમ્બરના રોજ માહિતી મળી હતી કે, ઇંદૌરના નૌલખા વિસ્તારમાં આવેલી વસુધૈવ કુટુંબકમ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત બેંક મેનેજર કિશોર ધામણ અને તેમની પુત્રી રામા અરોરાની હત્યા કરવામાં આવી છે. સંયોગિતાગંજ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વસુધૈવ કુટુંબકમ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને ઘટનાની તપાસ કરતાં કિશોર ધામણ તથા તેમની પુત્રી રામા અરોરાના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ કરી હતી. જેના આધારે પોલીસને જાણવા મળ્યું કે, પિતા અને બહેનની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ પુત્ર પુલકિત છે. આરોપી પુલકિત પિતા અને બહેનની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી પુલકિટે વડોદરાના બેંક ATMમાંથી 5 હજાર જેટલી રકમ ઉપાડી હતી જેથી આરોપીનું લોકેશન વડોદરામાં મળી આવ્યું હતું. જેથી સ્થાનિક પોલીસની ટીમ વડોદરા પહોંચી હતી. પણ આરોપી પુલકિત ત્યાંથી પણ ફરાર થઈ જવામાં સફળ થયો હતો.

- Advertisement -

આરોપી પુલકિત બેંક ATMમાંથી માત્ર 5 કે 7 હજાર જેટલી નાની રકમ જ ઉપાડતો હતો. આટલી નાની રકમ ઉપાડવા પાછળનું કારણ એવું હતું કે, જો આરોપી મોટી રકમ ઉપાડે તો બેંક દ્વારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવતો હતો. OTPની જરૂર ન પડે તે માટે આરોપી નાની રકમ જ ઉપાડતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતો હતો. પોલીસ આરોપી પુલકિતને પકડવા માટે મથી રહી હતી ત્યારે તેનું લોકેશન ગોવા હોવાનું સામે આવતા પોલીસ ગોવા પહોંચી હતી અને ગોવા ખાતેથી આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપી પુલકિત થોડા સમય પહેલા જ વ્યસનમુક્તિ કેન્દ્રમાંથી પરત ફર્યો હોવાની માહિતી પણ પોલીસને મળી હતી. સાથે જ આજુબાજુના લોકોએ જણાવ્યા પ્રમાણે પુલકિત માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે તે કોઈની સાથે વધારે વાત પણ કરતો નહોતો.

આરોપી પુલકિતની માતા સિલિકોન સિટી ખાતે આવેલા ઘરે અલગ રહેતી હતી તેને મારવા માટે પણ ગયો હતો. પણ તેની માતાએ ઘરનો દરવાજો ખોલ્યો નહતો. જેથી પુલકિત પરત ફર્યો અને અને તેની માતા બચી ગઈ હતી. પોલીસે આરોપી પુલકિત સામે હત્યા મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular