Friday, July 17, 2026
HomeNationalઉત્તરકાશી સુરંગ અકસ્માતમાં ફસાયેલા 41 શ્રમિકો હવે આવી શકશે બહાર

ઉત્તરકાશી સુરંગ અકસ્માતમાં ફસાયેલા 41 શ્રમિકો હવે આવી શકશે બહાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તરકાશી: Uttarkashi tunnel rescue Updates : ઉત્તરકાશીમાં અવેલી સિલ્કયારા ટનલમાં છેલ્લા 17 દિવસથી 41 શ્રમિકો ફસાયેલા છે. છેલ્લા 17 દિવસથી શ્રમિકો માટે બચાવકાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊતરકાશીમાં આવેલા સિલ્કયારા ટનલમાં 41 શ્રમિકો ફસાઈ ગયા હતા. છેલ્લા 17 દિવસથી આ શર્મિકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ મહેનત કરી રહી છે. પણ ટનલમાં બચાવ કામગીરી દરમિયાન રેસ્ક્યુ ટીમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેમાં ટેક્નોલોજીકલ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટનલમાં આવેલા મેટાલિક મટીરિયલના કારણે ટનલમાં થઈ રહેલા ખોદકામમાં અનેક અવરોધો ઊભા થયા હતા. છેવટે અમેરીકી ઓગર મશીનરીનો પણ બચાવ કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અમેરીકી મશીન પણ ટનલમાં બંધ થતાં બચાવ ટુકડી અને શ્રમિકોની મુશ્કેલીઓ વધી હતી. ત્યારે ટનલમાં વર્ટીકલ ડ્રિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ટનલમાં ચાલી રહેલા બચાવ કાર્ય બાબતે માહિતી આપતા માઈક્રો ટનલીંગ એક્સપર્ટ ક્રિસ કૂપરે કહ્યું કે, ગઈકાલે રાત્રે કરવામાં આવેલા બચાવકાર્યમાં સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ અને 50 મીટરના અંતરે પહોંચી ગયા છીએ. હવે શ્રમિકો માત્ર 5 થી 6 મીટરના અંતરે છે જેથી ખૂબ જલદી તેઓને બહાર કાઢી લેવામાં આવશે.

મેન્યુઅલ ડ્રિલિંગ 3 મીટર પાઇપ આગળ નાખવામાં આવી છે પરંતુ લોખંડના સળિયા આવવાના કારણે થોડો અવરોધ છે. લોખંડનો સળિયો કાપવાનું કામ ચાલી રહ્યું છે. રેટ માઇનર્સ કરનારાઓએ મેન્યુઅલી 7 મીટર વધુ ડ્રિલિંગ કરવું પડશે. આગામી 24 કલાકમાં સફળતા મળી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular