Sunday, October 13, 2024
HomeNationalશુભમન ગિલને ગુજરાત ટાયટન્સનું સુકાન મળ્યું, હાર્દિક ફરી જોવા મળશે બ્લ્યુ જર્સીમાં

શુભમન ગિલને ગુજરાત ટાયટન્સનું સુકાન મળ્યું, હાર્દિક ફરી જોવા મળશે બ્લ્યુ જર્સીમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમીયર લીગ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ લીગ છે. વર્ષ 2022માં લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત ટાયટન્સ એમ બે ટીમોનો ઉમેરો થયો હતો. ઈન્ડિયન પ્રીમીયર લીગની 15 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇંડિયન્સ સફળ ટીમો માનવામાં આવે છે. વર્ષ 2022માં ગુજરાત ટાયટન્સની ટીમ ચેમ્પિયન બની હતી જે ટીમની પ્રથમ IPL સિઝન હતી. ગુજરાત ટાયટન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડયાએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને પોતાની ટીમને ટાઈટલ જીતવા સુધીની સફર ખેડી હતી. ત્યારે હવે ગુજરાત ટાયટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી મુંબઈ ઈંડિયંસ સાથે જોડાઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ટાયટન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા વર્ષ 2016થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો. છ વર્ષની સફર દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે બે ટાઈટલ જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં યોજાયેલી ઈન્ડિયન પ્રીમીયર લીગ માટેની હરાજીમાં ગુજરાત ટાયટન્સે હાર્દિક પંડયાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને ટીમના સુકાની તરીકેની જવાબદારી સોંપી હતી. જો કે હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકેની પ્રથમ સિઝનમાં 2022માં જ ગુજરાત ટાયટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું અને 2023માં યોજાયેલી ઈન્ડિયન પ્રીમીયર લીગમાં પણ ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. જો કે ચેન્નાઈ સુપર કિંગ સામે ગુજરાત ટાયટન્સનો પરાજય થયો હતો. ત્યારે હવે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડયાને પરત પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને તે માટે મુંબઈની ફ્રેંચાઈઝી ગુજરાત ટાયટન્સને 15 કરોડ રૂપિયા પણ ચૂકવશે. આ બાબતે ગુજરાત ટાયટન્સે પણ સોશિયલ મીડિયા X પર ટ્વીટ કરીને આ વાતને સમર્થન આપ્યું હતું.

- Advertisement -

બીજી તરફ ગુજરાત ટાયટન્સે ઓપનર શુભમન ગિલને ટીમના આગામી સુકાની તરીકેની સત્તાવાર જવાબદારી સોંપી છે. ગિલને કેપ્ટન બનાવતા ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘શુભમન ગીલને છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે ઉભરી આવી છે. તેની પરિપક્વતા અને કુશળતા મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ. જેથી હવે હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની બ્લ્યુ જર્સીમાં મેદાન પર જોવા મળશે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular