નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના (Independence Day 2023) પર્વ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry) દ્વારા વિશિષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીને પ્રોત્સાહક મેડલ આપવામાં આવે છે. ત્યારે આવતી કાલે સ્વતંત્રતા દિવસને લઈને ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને (Gujarat Police Officer) કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ (Medal) જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશસનિય સેવા મેડલમાં ગુજરાતના ત્રણ IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. ADGP ખુરશીદ અહેમદ અને IO વિશાલ દેવશીભાઈ ચૌહાણને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ વડે સન્માનિત કરવામાં આવશે.
સ્વતંત્રતા દિવસ વર્ષ 2023 માટે દેશના 954 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જે પૈકી 229ને વીરતા પોલીસ મેડલથી સન્માનીત કરવામાં આવશે. જ્યારે 642ને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવશે અને 82ને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. વિશિષ્ટ સેવા મેડલ માટે ગુજરાતના 2 અધિકારીની પસંદગી કરવામાં આવી છે. જેમાં IPS અધિકારી ખુરશીદ અહેમદ અને CID,IBના વિશાલ ચૌહાણનો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી પ્રશંસનીય કામગીરી બદલ 2 IPS અને 4 DySP અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ડો. રાજકુમાર પાંડિયા IPS, ADGP, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર, સંદિપ સિંહ IPS, IGP, વડોદરા રેન્જ, સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત DySP, ગોધરા પંચમહાલ, જોબદાસ સુર્યનારાયણ પ્રસાદ ગેડમ DySP, અમદાવાદ શહેર, ગિરિરાજસિંહ અનોપસિંહ જાડેજા, હથિયારી DySP, સીએમ સિક્યુરિટી, ફિરોજ અબ્દુલભાઈ શેખ, હથિયારી DySP,અમદાવાદ શહેર, કિર્તિપાલસિંહ હરિચંદ્રસિંહ પુવાર, PSI, સુરત શહેર, નિતા જિતેન્દ્રભાઈ જંગલે, PSI, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર, ભરતસિંહ જોરુભા ગોહિલ, PSI, સુરત શહેર, મનોજ ગુલાબરાવ પાટીલ, PSI, સુરત રેન્જ, ભાર્ગવ મનસુખલાલ દેવમુરારી, હથિયારી PSI,દેવભૂમિ દ્વારકા, પ્રવિણ જસમતભાઈ દેત્રોજા, વાયરલેસ PSI, SRP જૂથ-1, વડોદરા, રવિન્દ્ર શિવરામ માલપુરે, હથિયારી એએસઆઈ, ભરુચ, હાલ વડોદરા રેન્જ કચેરી, દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર, ખિમજી રણમલભાઈ ફફલ,હેડ કોન્સ્ટેબલ, ગાંધીધામ, પૂર્વ કચ્છ, રેખાબેન જયરામભાઈ કેલાટકર, I.O., CID આઈબી, ગાંધીનગર, અશોક અરજનભાઈ મિયાત્રા, A.I.O., CID આઈબી, ગાંધીનગર, રાજેન્દ્રસિંહ ભાવનસંગભાઈ મસાણી, A.I.O., CID આઈબી, ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે.


પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








