નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot IT Raid : રાજકોટના જાણીતા જ્વેલર્સમાં આજે વહેલી સવારથી ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તવાઈ બોલાવી છે. રાજકોટના (Rajkot) રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડો (Income Tax Raid) કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં 18થી વધુ સ્થળો પર ઈન્કમટેક્સની ટીમોએ તપાસ હાથ ધરી છે. વહેલી સવારથી જ રાજકોટમાં ઈન્કમટેક્સના દરોડો પડતાં અન્ય જ્વેલર્સમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : વડોદરાની બે મોટી કેમિકલ કંપનીઓ પર ITના દરોડા, 30 સ્થળોએ સર્ચ ઓપરેશન
રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સમાં દરોડા પડ્યા છે. બંને જ્વેલર્સના પેલેસ રોડ અને સોની બજારમાં આવેલા શોરૂમ સહિત અક્ષર માર્ગ અને અમીન માર્ગ પર આવેલા શોરૂમ પર ઈન્કસટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે, આ દરોડામાં ઈન્કમટેક્સની 20 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈન્કસટેક્સની અલટ-અલગ ટીમે 18થી વધુ સ્થળોએ તપાસ શરૂ કરી છે. જેમાં શો રૂમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યાગપતિ પ્રભુદાસ પારેખના રહેણાક એટલાન્ટિસ ખાતે બી-3ના પાંચમાં માળે આવેલા ફ્લેટ પર પણ ઈન્કસટેક વિભાગે તપાસ હાથ ધરી છે, સાથે જ પાંચમાં માળે રહેતા હિરેન પારેખને ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને એટલાન્ટિસમાં જ આઠમાં માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાધીકા જ્વેલર્સના અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈન્કસટેક્સ વિભાગની સમગ્ર તપાસ બાદ કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








