Monday, April 29, 2024
HomeGujaratBhavnagarવીડિયો: મહુવામાં ગાયે લીધો વૃધ્ધનો ભોગ, મદદે ગયેલા લોકોને પણ કર્યા ઘાયલ

વીડિયો: મહુવામાં ગાયે લીધો વૃધ્ધનો ભોગ, મદદે ગયેલા લોકોને પણ કર્યા ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: રખડતા પશુએ રાજ્યમાં વધુ એક વૃધ્ધનો જીવ લીધો છે. ભાવનગરના (bhavnagar) મહુવામાં (Mahuva) પૌત્રને શાળા પરથી લઈ ઘરે જઈ રહેલા વૃધ્ધ પર અચાનક ગાયએ હુમલો (Stray Cattle Attack) કરતા વૃધ્ધ ઘટના સ્થળે જ ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યા હતા. હિંસક બનેલી ગાયએ વૃધ્ધને બચાવવા ગયેલા લોકો પર પણ હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે મહુવાના રહિશો તંત્રની બેદરકારી પર રોષે ભરાયા હતા અને રખડતા પશુ પર નિયંત્રણની માગણી કરતા જોવા મળ્યા હતા.

ભાવનગરના મહુવામાં રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. જાહેર માર્ગો પરથી પસાર થતા રાહદારીઓને પશુઓના ધણમાંથી પસાર થતા હોય તેવી અનુભૂતી થાય એટલી ઉત્કૃષ્ટ કામગીરી મહુવાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્યમાં સતત રખડતા પશુઓના ત્રાસના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને આજીવન ખોડખાપણનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ સરકારનો ઉધડો લઈ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. છતાં પણ આજદિન સુધી રખડતા પશુઓ મામલે સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જણાતું નથી. જેના પરિણામે ભાવગનરના મહુલા તાલુકામાં પૌત્ર સાથે પસાર થઈ રહેલા 63 વર્ષીય કાળુભાઈ રાઠોડ નામના વૃધ્ધને રખડતા પશુને કારણે મોત મળ્યું છે.

- Advertisement -

મળતી વિગતો અનુસાર ગત 7 જુલાઈના રોજ કાળુભાઈ રાઠોડ પૌત્રને શાળાએથી લઈ ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન જનતા પ્લોટ વિસ્તારમાં રખડતી ગાયે કાળુભાઈ પર હુમલો કરતા તેઓ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસ રહેલા લોકો કાળુભાઈને બચાવવા ગયા હતા. પરંતુ ગાયે બચાવવા આવેલા લોકો પર પણ હુમલો કરતા તેઓ પણ ઘાયલ થયા હતા. દરમિયાન આસપાસના રહિશો પણ સ્થળ પર બચાવવા માટે દોડી આવ્યા હતા અને મહામહેનતે હિંસક બનેલી ગાયને દૂર ખસેડી તમામ ઈજાગ્રસ્તોને બચાવી લીધા હતા. પરંતુ વૃધ્ધ કાળુભાઈ ગંભીર રીતે ઘાયલ હોય તેમણે દમ તોડી દિધો હતો.

આ ઘટનાના પગલે મહુવાના રહેવાસીઓ મહુવાના સ્થાનિક તંત્ર પર ફિટકાર વરસાવતા જોવા મળ્યા હતા. સાથે જ રખડતા ઢોરથી મુક્ત મહુવા બનાવવા માટે તંત્ર પગલા લે તેવી માગણી સ્થાનિક રહિશો દ્વારા કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે મહુવાના જાહેર માર્ગો જાણે ગૌચર હોય તે પ્રકારે રખડતા પશુઓથી ખચોખચ ભરેલા જોવા મળે છે. જે દૃષ્યો તંત્રની નબળી કામગીરીની ચાડી ખાય છે.

(ઈનપુટ: હઠ્ઠીસિંહ ચૌહાણ)

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular