Friday, September 22, 2023
HomeGujaratVadodaraવડોદરા: આ PSI ફરી વિવાદમાં, જનતા ન્યાય મેળવવાના મૂડમાં, શું પોલીસ પોલીસને...

વડોદરા: આ PSI ફરી વિવાદમાં, જનતા ન્યાય મેળવવાના મૂડમાં, શું પોલીસ પોલીસને છાવરશે કે ન્યાય કરશે?

- Advertisement -

ધવલ પટેલ (નવજીવન ન્યૂઝ વડોદરા): Vadodara PSI Controversy: શહેરમાં જો અસામાજિક તત્વોનો (Antisocial elements) ત્રાસ હોય તો નાગરિકો પોલીસ પાસે મદદ માગવા જાય છે. પણ જો શહેરમાં પોલીસથી (City Police) જ ત્રસ્ત હોઈએ તો કોની પાસે મદદની અપેક્ષા રાખવી? વડોદરા શહેરના (Vadodara City) સ્થાનિકોની મુંજવણ પણ હાલ કંઈક આવી જ છે. ગુરુવારની મોડી રાતે બનેલા આ બનાવથી સ્થાનિકોમાં મનમાં પોલીસ વિશે અલગ જ ખ્યાલ બંધાઈ રહ્યો છે. જેમાં કથિત રીતે વડોદરા સિટી પોલીસ (Vadodara Police) સ્ટેશનના PSI પર હિંસા કરવાનો અને સ્થાનિકો પર જુલમ કરવાનો આરોપ મૂકાઈ રહ્યો છે.

બનાવની વિગતો જોઈએ તો વડોદરા શહેરના સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં ગુરુવારે મોડી રાતની આ ઘટના છે. (જેના CCTV ફૂટેજ અંતમાં દર્શાવ્યા છે.) આ ઘટના મામલે નવજીવન ન્યૂઝે હોટેલના સંચાલકો સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, “આ CCTV ફૂટેજમાં સફેદ શર્ટમાં દેખાઈ રહ્યા છે તેઓ વડોદરા સિટી પોલીસના PSI કે. પી. ડાંગર છે. તેઓ પોતાની ટીમ સાથે મોડી રાત્રે અચાનક અમારી હોટેલમાં ઘૂસી ગયા હતા અને કોઈને પણ કંઈ જ પૂછ્યા વગર, કંઈજ વાત કર્યા વગર ગ્રાહકોને ડરાવી, ધમકાવીને બહાર કાઢી મૂક્યા હતા. તેમ જ તેમના પર લાઠીઓ પણ વરસાવી હતી.

- Advertisement -

હોટેલ સંચાલકના જણાવ્યા અનુસાર આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમ જ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોઈ બીજા દિવસે કુતબુદ્દીનભાઈને પોલીસસ્ટેશન બોલાવી ઢોર માર માર્યો હોવાનું તેમણે જણાવ્યું છે. જોકે આ સમગ્ર બનાવ અંગે હોટેલના માલિક કુતબુદ્દીને ઉપરી અધિકારી એટલે કે શહેરના DCP સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગણી કરી છે.

વડોદરાના લોકોની વાત માનીએ તો PSI કે. પી. ડાંગર ઉપર કોઈ મોટા રાજકારણીનો હાથ હોઈ શકે. જેથી તે વારંવાર વિવાદોમાં આવવા છતાં તેમના પર કોઈ પણ આકરા પગલાં ભરવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લોકડાઉન દરમિયાન ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે ગેરવર્તન કરવાથી કે. પી. ડાંગર મોટા વિવાદમાં ફસાયા હતા. અંતે શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ તેમની બદલી પણ કરવામાં આવી હતી. તેમ જ અન્ય એક-બે લોકોએ પણ આ જ PSI વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ અરજી કરેલી છે તથા એક અરજી તો કોર્ટમાં પણ થઈ છે. તેવું વિશ્વસનીય સૂત્રો જણાવે છે.

હોટેલના સંચાલકોએ જણાવ્યું છે કે, અમે પુરતા પુરાવા સાથે સોમવારે પીએસઆઈ કે.પી ડાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશું અને છતાં પણ ન્યાય નહિ મળે તો હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવીશું. ત્યારે હવે જોવુ રહ્યું કે આ ઘટનામાં કોણ કેટલું સાચું છે? અને જે દોષી જણાય એના પર આકરા પગલાં લેવાશે કે પછી અન્ય કેસોની જેમ આ કેસમાં પણ ભીનું સંકેલાઈ જશે?

TAG: Vadodara News, Vadodara City Police, Vadodara PSI Controversy

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular