Thursday, April 23, 2026
HomeGujaratનિર્લીપ્ત રાયની ટીમના મહિલા PI અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, ઘાયલ થવા છતાં...

નિર્લીપ્ત રાયની ટીમના મહિલા PI અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, ઘાયલ થવા છતાં બુટલેગરને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવવામાં (liquor smuggling in gujarat) આવે છે. ગુજરાતમાં મોટાભાગનો દારૂ પાડોશી રાજ્યમાંથી લાવવામાં આવતો હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell ) દ્વારા રાજ્યના સરહદી વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવે છે. ત્યારે આજે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા બુટલેગરને (Bootlegger)પકડવા જતાં મોડાસાના (Modasa) માર્ગો પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. આ દરમિયાન મહિલા પોલીસ ઈન્સપેક્ટર(Woman PI) ઈજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં પણ આરોપીને દબોચ્યા હતા.

SMC Woman PI captures Bootlegger
SMC Woman PI captures Bootlegger

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલી રતનપુર ચેક પોસ્ટ દારૂ ઘુસાડવા બુટલેગર્સની મનપસંદ માનવામાં આવે છે. રતનપુર ચેક પોસ્ટથી રાજ્યના માર્ગો પર વિવિધ વાહનો મારફતે મોટી સંખ્યામાં દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાઓ જાગતા સ્ટેટ મોનીટરીંગ સેલ સરહદી વિસ્તારમાં બાજ નજર રાખીને બુટલેગર્સ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે આજે સ્ટેટ મોનીટરીંગ સેલને મોડાસા-શામળાજી રોડ પરથી વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે ઠાલવવામાં આવતો હોવાની માહિતી મળતા તેમની ટીમ વોચ રાખીને બેઠી હતી.

- Advertisement -

આ દરમિયાન રવિવારે સવારે શામળાજી તરફથી દારૂ ભરેલી કાર આવતા સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કુંભાર અને તેમની ટીમે વાહનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બુટલેગર્સને પોલીસની ગંધ આવી જતાં ચકમો આપીને ભાગવાની ફિરાકમાં હતા. બુટલેગરની કાર પકડવા જતા પોલીસની ગાડી અને બૂટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા પોલીસ ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

વાહન ખોટકાતા બુટલેગર્સે કારમાંથી ઉતરી પોલીસથી બચવા માટે દોટ લગાવી હતી. જોકે લોહીલુહાણ હાલતમાં રહેલા મહિલા પોલીસ ઈન્સપેક્ટર બુટલેગરને ભાગતા જોઈ જતાં પીછો કરીને ઝડપી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન જિલ્લા સેવાસદન નજીક ફિલ્મનું શુટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગેની જાણ ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ દોડી આવી આવી હતી. બુટલેગર્સને પકડવા જતાં સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પી.આઈ. અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે દવાખાને ખસેડી પોલીસે દારૂ ભરેલી કારને ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આમ સ્થાનિક પોલીસના નાક નીચેથી ફિલ્મી ઢબે સ્ટેટ મોનીટરીંગ સેલે બે બૂટલેગર્સને દબોચ્યા હતા.

TAG: Aravalli News, liquor smuggling in gujarat, Nirlipt Rai’s SMC Team caught Bootlegger

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular