નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે યુવાનોમાં (Youth) હાર્ટ એટેક (Heart Attack) આવવાની ઘટનો વધી રહી છે. ત્યારે રાજકોટમાં (Rajkot) સતત આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે વધુ એકનું ક્રિકેટ રમતી (Paying Cricket) વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. રાજકોટમાં અગાઉ આ જ પ્રકારની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું થયું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં આવેલા રેસકોર્સ ગ્રાઉન્ડમાં રવિવારની રજા હોવાના કારણે 45 વર્ષના મયૂર મકવાણા નામના યુવક મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. આ દરમિયાન મયુરને હાર્ટ એટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો. મયુરની આ હાલત જોઈને અન્ય સાથીઓ દોડી આવ્યા હતા. મયુરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મયૂરના મોત અંગે મામા શાંતિભાઈ પરમારે જણાવ્યું હતુ કે, મારો ભાણો મયૂર ક્રિકેટ રમવા માટે ગયો હતો, આ દરમિયાન બેટિંગ બાદ તે ઉભો હતો અને અચાનક ગભરામણ થતા પડી ગયો હતો. જેથી મિત્રોએ 108ને ફોન કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી ત્યાંથી તેને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં પહોંચતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ભાણાને કોઈ જાતનું વ્યસન નહોતું અને તે સોની કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલા આધેડ વયના લોકોને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવતી હતી. પરંતું છેલ્લા કેટલાક દિવસોથી જવાનજોધ યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાના સમયમાં રમત રમતા મોતને ભેટ્યા હોવાની આ આઠમી ઘટના બની હતી. જ્યારે રાજકોટમાં આ પાંચમી ઘટના છે. ગઈકાલે પંચમહાલમાં લગ્ન વરઘોડામાં વરરાજાને ખભા પર બેસાડીને નાચી રહેલા યુવાનને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.
TAG: Rajkot News, Youth Death of Heart Attack while Playing Cricket
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








