નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના (Rajkot) પડધરીમાં (Paddhari) સગાઈ તૂટવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. યુવક દ્વારા સગાઈ તોડવામાં આવતા કન્યાપક્ષના લોકો દ્વારા યુવકને ઢોર માર મરવામાં આવ્યો હતો, આટલાથી ન અટકતા એક આરોપી હાથમાં તલવાર લઈને યુવકને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન યુવકના પરિવારજનો વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. આ મામલે યુવકે 4 જેટલા વ્યક્તિઓ સામે પડધરી પોલીસ સ્ટેશનમાં (Paddhari Police Station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદી કશ્યપ ડોડિયા ગતરોજ ગુરુવારે સાંજના સમયે પોતાની માતા સાથે પડધરી મામાના ઘરે ગયો હતો. રાત્રે 9 વાગ્યાના અરસામાં ફરિયાદી તેના મામાના દિકરા સાથે મોપેડ પર કોઈ કામથી પડધરી બસ સ્ટેન્ડ પાસેથી નીકળી રહ્યો હતો. તે દરમિયાન આરોપી કલ્પેશ રાઠોડે ફરિયાદીને ઉભો રાખીને કહ્યું હતું કે, “શું કામ મારી બહેન સાથે તે સગાઈ તોડી નાખી?” તેવુ કહી ફરિયાદીને ગાળો ભાંડી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતા અને ફરિયાદીને ઢોર માર માર્યો હતો. મારપીટને લઈ મામનો દીકરાએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
ત્યાર બાદ આરોપીઓ ફરિયાદીના મામાના ઘરે પહોંચ્યા હતા અને હાથમાં તલવાર સાથે ફરિયાદીને બહાર કાઢો તેવું કહી ધમાલ મચાવી રહ્યા હતા. જોકે આરોપીને સમજાવવા ફરિયાદીની મામી અને મામા તેમજ તેમનો દીકરો વચ્ચે પડ્યા હતા. આરોપીએ તમે યુવકને બહાર કાઢો તેવું કહીને તે લોકોને પણ માર માર્યો હતો. જેમાં ફરિયાદીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ પડધરી પોલીસ સ્ટેશન ખાતે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796