Monday, January 20, 2025
HomeGujaratકચ્છઃ બીપોરજોય વાવાઝોડા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા મોત

કચ્છઃ બીપોરજોય વાવાઝોડા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ બીપોરજોય વાવાઝોડાએ (Cyclone Biparjoy) ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. ગઈકાલ સાંજના સમયે ગુજરાતના દરિયા કિનારે બિપરઝોય વાવાઝોડાનું લેન્ડફોલ થયું હતું, જેના કારણે કચ્છમાં અત્યંત ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને ભારે વરસાદ વરસી રહ્યો હતો. તેમ છતાં બીપોરજોય વાવાઝોડાના પગલે NDRF, SDRF, સૈન્ય દળ અને સ્થાનિક પોલીસ લોકોની સુરક્ષા માટે ખડેપગ રહી હતી. ત્યારે કચ્છમાં બીપોરજોય વાવાઝોડા દરમિયાન ફરજ બજાવી રહેલા એક પોલીસકર્મીને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મૃત્યુ થયું છે.

બીપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં લેન્ડ ફોલ થવાનું હોવાના કારણે સૌ કોઈની નજર જખૌમાં થતી ગતિવીધીઓ પર હતી. આગાહી મુજબ જ કચ્છમાં ગઈકાલ રાત્રિના સમયે બીપોરજોય વાવાઝોડું ટકરાયા બાદ તારાજી સર્જાઈ હતી. કચ્છમાં બીપોરજોયનું લેન્ડફોલ ચાલી રહ્યું હતું તે દરમિયાન વાવાઝોડાને પગલે જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશી પણ ફરજ પર હાજર હતા. આ સમયે મોડી રાત્રે 1 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

- Advertisement -

પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મોત નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. મૃતક પોલીસકર્મીને નિવૃતિના માત્ર 6 મહિનાનો સમય જ બાકી હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular