નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 2023નો વન ડે વર્લ્ડ કપ લગભગ તેના અંતિમ તબક્કામાં છે. ભારતીય ટીમે પણ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને 8 મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. ભારતને એક પણ મેચમાં હાર મળી નથી. ભારતીય બેટ્સમેન તથા બોલરોએ પણ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરતાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ટીમના બધા જ ખેલાડીઓએ પોતાનું યોગદાન આપીને ટીમને નંબર 1 પર રાખીને પ્રભાવિત કર્યા છે, ત્યારે ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર બંનેએ વન ડે રેંકિંગમાં ટોચનું સ્થાન મેળવવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ICC (ઈન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સીલ) દ્વારા લેટેસ્ટ વન ડે રેંકીંગની જાહેરાત કરવામાં આવી છે. ICCએ જાહેર કરેલા રેંકીંગ લીસ્ટમાં ભારતીય ઓપનર શુભમન ગિલને ટોચનું સ્થાન મળ્યું છે. શુભમન ગિલ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમને પાછળ છોડીને નંબર 1 બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલે વર્ષ 2023માં વન ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમજ હાલ ચાલી રહેલા વન ડે વર્લ્ડ કપમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે.
બીજી બાજુ ICCએ જાહેર કરેલા રેંકીંગ લીસ્ટમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજ પણ નંબર 1 હાંસલ કરવામાં સફળ રહ્યો છે. સિરાજે પણ ચાલુ વર્ષમાં ભારત માટે શાનદાર દેખાવ કર્યો છે. તેમજ બોલરોની યાદીમાં કુલદીપ યાદવ ચોથા, જસપ્રીત બૂમરાહ આઠમા સ્થાને તથા મોહમદ શમી 10 સ્થાન પર છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








