Monday, February 17, 2025
HomeGujaratGandhinagarતહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં વધારો થઈ રહ્યો છે, દિવાળી આનંદથી ઉજવો પણ...

તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં વધારો થઈ રહ્યો છે, દિવાળી આનંદથી ઉજવો પણ સલામતી પ્રાથમિકતા: 108 EMRI

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દિવાળીનો તહેવાર લગભગ શરૂ થવાની તૈયારીમાં છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં કામ ધંધા માટે બહાર ગયેલા લોકો પોતાના વતનમાં આવે છે. એવામાં વાહનોની અવરજવર તથા દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ અકસ્માતોની સંખ્યા પણ ઘણી વધી જાય છે. ફટાકડા ફોડવામાં જો ધ્યાન રાખવામા ન આવે તો અકસ્માતોનું જોખમ રહે છે. ત્યારે 108 EMRI દ્વારા લોકોને સલામતીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ 108 EMRI કઠવાડા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં EMRIના સીઇઓઓ જશવંત પ્રજાપતિ દ્વારા લોકોને દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસપૂર્વક ઊજવવાની તથા ફટાકડા ફોડવામાં સલામતીનું ધ્યાન રાખવાની લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. વધુમાં EMRI દ્વારા કહેવામા આવ્યું કે, અકસ્માતોના કેસોમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. EMRI દ્વારા અકસ્માતોના કેસોને લઈ કરવામાં આવેલા વિશ્લેષ્ણ મુજબ દિવાળી દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં 3%, નવા વર્ષમાં 18% અને ભાઈબીજના દિવસોમાં 13%નો સંભવિત વધારો થવાની શક્યતા જણાઈ આવે છે.

- Advertisement -

પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં EMRI દ્વારા જણાવવામાં આવ્યું કે, 108 ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા આગોતરી તૈયારી તથા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ કટોકટી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24/7 સમયસર મદદ પૂરી પાડવા EMRI કટિબદ્ધ હોવાની પણ વાત કરવામાં આવી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular