નવજીવન ન્યૂઝ. અમદાવાદ: લોકો પૈસા મેળવવા શું કરી શકે અને કઈ હદ સુધી જઈ શકે તેની કલ્પના કરવી અઘરી છે. યુક્તિ પ્રયુક્તિથી કરવામાં આવેલું કપટ ક્યારેક તો ખુલ્લુ પડે જ છે. ત્યારે એક ભિક્ષુકની હત્યા કરી પોતાનું મૃત્યુ સાબિત કરનારની પોલ 17 વર્ષે ખૂલવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 17 વર્ષ અગાઉ આગ્રામાં ભિક્ષુકની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ કોઈ કારમાંથી મળી આવી હતી. લાશની હાલત એવી હતી કે, લાશની ઓળખ થઈ શકે તેમ નહોતી. ત્યારે એક પરિવાર આવે છે અને કહે છે આ લાશ અમારા સ્વજનની છે. પોલીસ લાશની હાલત જોઈને માની લે છે કે, જે પરિવાર લાશ માટે આવ્યો છે તેના કોઈ સ્વજનની જ આ લાશ છે અને પોલીસે આ લાશને આવનારા વ્યક્તિઓને સોંપી દીધી હતી.
હવે 17 વર્ષે આ અકસ્માતનો ભેદ ઉકેલાયો હતો. હકીકત એવી હતી કે, ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં રહેતા અનિલસિંઘ મલેકે LIC વિમાની રકમ પાસ કરાવવા એક ભિક્ષુકની હત્યા કરી હતી. અનિલસિંઘે તેના પરિવાર સાથે મળીને એક યોજના બનાવી હતી. યોજના પ્રમાણે અનિલસિંઘે પોતાને જ મૃત જાહેર કરવા ભિક્ષુકની હત્યા કરી અને લાશને સળગાવી દીધી જેથી લાશની ઓળખ ન થાય. 2006માં LIC પ્લાનમાં અકસ્માતે મોતમાં વ્યક્તિના પરિજનોને ચાર ગણી રકમ ચુકવાતી હતી. ત્યારબાદ આરોપીના પરિવારે 80 લાખ રૂપિયાનો વીમો પાસ કરાવી દીધો. વીમો પાસ કરાવ્યા બાદ અનિલસિંઘ મલેક પોતાના પરિવાર સાથે અમદાવાદ આવીને રહેવા લાગ્યો. અમદાવાદમા આવીને આરોપી રાજકુમાર ચૌધરી નામથી રહેતો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમા રહે છે. બાતમીને આધારે પોલીસે નિકોલમાં ગંગોત્રી સર્કલ નજીક પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, 17 વર્ષ અગાઉ LIC વિમાની 80 લાખ રૂપિયા રકમ પાસ કરાવવા ભિક્ષુકની હત્યા કરી હતી.
પોલીસે આરોપીની પૂછપરછને આધારે આરોપીના પરિવારના જે સભ્યો ભિક્ષુકની હત્યામાં સામેલ હતા તેમની પણ તપાસ આદરી છે. પોલીસે આરોપીઓ સામે હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796