Monday, May 4, 2026
HomeGeneral2022 ટી-20 વર્લ્ડ કપ: ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે

2022 ટી-20 વર્લ્ડ કપ: ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ ICC દ્વારા 2022 માટે T-20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટેબરથી 13 નવેમ્બર સુધી યોજવામાં આવશે. ઓસ્ટ્રેલિયા ગત વર્ષે યોજાયેલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપના ટાઈટલને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરશે.

આઇકોનિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 23 ઓક્ટોબર, રવિવારે આતીશબાજી થશે કારણ કે વર્ષો જૂના હરીફ ભારત અને પાકિસ્તાન 2022ના આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના પ્રારંભિક મુકાબલામાં એકબીજા સામે ટકરાશે. સુપર 12 ગ્રૂપ બીની ટક્કર તેમના ઓલટાઇમ હાઈ પર લાગણીઓને આગળ ધપાવશે, કારણ કે બંને પક્ષો વર્લ્ડ કપના મેળવવા માટે તેમના અભિયાનને ઉચ્ચ સ્તરે શરૂ કરવા માંગશે.

- Advertisement -



યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ગ્રીપ 1માં છછે. તેમની સાથે 2021 ટ્વેન્ટી-20 વર્લ્ડ કપના રનર અપ ન્યુઝીલેન્ડ અને અફઘાનીસ્તાન પણ હશે. ગ્રૂપ 2માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ ઉપરાંત ગ્રૂપ બીવિજેતા અને ગ્રૂપ એ રનર્સ અપ રમશે.

એડિલેડ, બ્રિસ્બેન, જિલોન્ગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં 16 દેશો ભાગ લેશે. શ્રીલંકા અને નામિબિયા 16 ઓક્ટોબરે ગ્રુપ એમાં જિલોન્ગમાં પ્રથમ રાઉન્ડની ટુર્નામેન્ટ ઓપનરમાં ટકરાશે, જ્યાં તેઓ બે ક્વોલિફાયર સાથે રમશે. ગ્રૂપ બીમાં વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને વધુ બે ક્વોલિફાયર્સ જોવા મળશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular