Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅર્બન ડેવલપોમેન્ટ એન્ડ હાઉસિંગના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું રજુ કરવા હાઇકોર્ટનો આદેશ

અર્બન ડેવલપોમેન્ટ એન્ડ હાઉસિંગના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું રજુ કરવા હાઇકોર્ટનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ અને કેન્દ્ર સરકારના કાયદા મુજબ કોઈ પણ સફાઈ કર્મચારી પાસે આધુનિક મશીન વગર ગટરની હાથથી સફાઈ કરાવી શકાય નહીં. ઉપરાંત ગટરમાં ઉતરવાની તો સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ કાયદાના પ્રેક્ટિકલ અમલીકરણ માટે સ્થાનિક સંસ્થાઓને સાધનો પૂરા પાડવાની જરૂર છે. છતાં પણ સરકાર સાધનો પુરતાં પ્રમાણમાં આપતી નથી. જેના લીધે માનવ ગરીમા સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) ગુજરાતમાં થતા ગટર સફાઈ કર્મચારીઓના મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના થતા વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ક્રમવાર ગટરની શારીરિક રીતે સફાઈ કરતા ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી હાઇકોર્ટ સમક્ષ રજુ કરી 25 કામદારોના પરીવારોને સરકારે વળતર ચૂકવવાનું બાકી રહ્યું હતું. દરમિયાન આજે હાઈકોર્ટે અર્બન ડેવલપોમેન્ટ એન્ડ હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવાનો આદેશ કર્યો છે.

9 ઓગસ્ટની સુનાવણીમાં અરજદાર માનવ ગરીમા સંસ્થા વતી નવા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને કેસનું બેકગ્રાઉન્ડ આપતા જણાવાયું હતું કે, કોર્ટ દ્વારા અગાઉ જે-તે ઓથોરિટી અંતર્ગત ગટર સફાઈનું કામ થતું હોય તે માટે જવાબદાર અધિકારીઓ નક્કી કરવામાં આવ્યા છે. કોર્ટના આદેશ મુજબ અરજદારે રજૂ કરેલ 152 ગટર સફાઈ કામદારોના પરિવારમાંથી 137ને વળતર ચૂકવાયું છે. હાઇકોર્ટમાં કેસ ચાલુ છે તે દરમિયાન પણ શારીરિક રીતે ગટર સફાઈ કરતા કામદારોના મૃત્યુ થયા છે. હજી 25 ગટર સફાઈ કામદારોના પરિવારને વળતર ચૂકવવાનું બાકી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને એન. વી. અંજારીયાની બેંચે આ મુદ્દે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ અને હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તેમજ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને એફિડેવિટ ફાઈલ કરવા હુકમ કર્યો છે. તેમજ જણાવ્યું છે કે, આ મુદ્દે ઉપરોક્ત ઓથોરિટી દ્વારા આવા કામના પ્રોહેબિશનના ઓર્ડર આપવા જોઈએ. તેમજ તેમાં જવાબદાર અધિકારીઓને દંડ અને ખાતાકીય કાર્યવાહીની સૂચના આપવી જોઈએ. વધુમાં આ મુદ્દે આગામી સુનાવણી 12 સપ્ટેમ્બરે કરવામાં આવશે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular