નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch News: અકસ્માત (Accident) સમયે ઘાયલ વ્યક્તિને તાત્કાલીક સારવાર મળી રહે તો જીવ બચવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. જેને કારણે જ સરકાર પણ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે મદદ કરવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે આજરોજ ભરૂચના (Bharuch) હાંસોટ નજીક થયેલા અકસ્માતમાં (Hansot Car Accident) પોલીસની કામગીરી બીરદાવવા લાયક રહી છે. દુર્ભાગ્યે પોલીસની સતર્કતા અને કાબિલેદાદ કામગીરી બાદ પણ અકસ્માતમાં ઘાયલ 5 વ્યક્તિના મોત થયા છે.
આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ભરૂચના હાંસોટથી સુરત તરફ રોંગ સાઈડમાં જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો. ઘડાકાભેર કારની ટક્કર સામેથી આવેલી કાર સાથે થતા આસપાસથી લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે આ ઘટનાની જાણ નજીક આવેલા હાંસોલ પોલીસ સ્ટેશનમાં થતા PI કરણસિંહ ચૂડાસમા (PI Karansinh Chudasma) સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઘટના સ્થળે ખાનગી કાર અને સરકારી વાહન સાથે પહોંચેલા PI એ ઈજાગ્રસ્તોની હાલત જોઈ ગંભીરતા પારખી લીધી હતી. જેના પગલે તેમણે પળભરનો પણ વિલંબ કર્યા વગર ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે પોતાની ખાનગી કાર અને સરકારી વાહન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે ભરૂચની કાકા બા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં હાજર તબીબે 2 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા, જ્યારે 3 વ્યક્તિનું મોત ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આમ આ ઘટનામાં 4 મહિલા અને 1 પુરુષ મળી કુલ 5 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
Tag: Hansot Accident News, Car Accident in Hansot
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








