Wednesday, June 17, 2026
HomeGujaratતેનું નામ હસીનરજા, તેનું સરનામુ સાબરમતી સેન્ટ્રલ જેલ તેણે પાસ કરી હિન્દના...

તેનું નામ હસીનરજા, તેનું સરનામુ સાબરમતી સેન્ટ્રલ જેલ તેણે પાસ કરી હિન્દના સરદારની પરિક્ષા જાણો શુ હકિકત છે

- Advertisement -

સાબરમતી જેલની દિવાલ પાછળ પણ એક અલગ દુનિયા છે, જાણે એક નાનકડુ નગર છે, ત્રણ હજાર કેદીઓ રહે છે, કેટલાંકને દેશની અદાલતને કસુરવાર ઠરાવી સજા ફરમાવી છે, જયારે કેટલાંકનો કેસ હજી ન્યાયની અદાલતમાં પડતર છે તેઓ પોતે નિર્દોષ સાબીત થવાની રાહ જોઈ રહ્યા છે આવો જ એક કેદી છે જેનું નામ હસીનરજા ફિરદોસરજા સૈયદ છે. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ આ કેદીઓ વચ્ચે છેલ્લાં છ વર્ષથી શિક્ષણ સહિતની વિવિધ કામ કરે છે, પ્રયત્ન છે આ કેદીઓ તેમના જીવનમાં થયેલી ભુલને સુધારી ફરી આપણી વચ્ચે આવી સામાન્ય જીંદગી જીવે.

- Advertisement -

નવજીવન ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તીમાં એક વાર્ષિક કાયક્રમ એવો પણ છે, દેશની આઝાદીમાં માટે લડેલા લડવૈયાના જીવનથી તેમને માહિતગાર કરાવાય છે, એટલુ જ નહીં પણ ઔપચારીક રીતે આ કેદીઓ તેમના અભ્યાસની પરિક્ષા પણ આપે છે, સપ્ટેમ્બર મહિનામાં કેદીઓને હિન્દના સરદાર પુસ્તકમાંથી સરદાર પટેલના જીવન અંગે માહિતગાર કરી તેમનવી પરિક્ષા લેવામાં આવી હતી, આ પરિક્ષા કુલ 200 કેદીઓએ આપી હતી, જેમાં સજા થયેલા પાકા કામના કેદી , જેમનો કેસ પડતર છે તેવા કાચા કામના કેદી અને મહિલા કેદીઓનો પણ સમાવેશ હતો.

1922માં મહાત્મા ગાંધી સામે રાજદ્રોહની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અંગ્રેજી શાસનને તેમને છ વર્ષની સજા ફટકારી હતી, સજાના હુકમ બાદ ગાંધીને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા હતા, ગાંધી જે ખોલીમાં રહ્યા તેને ગાંધી ખોલી કહેવામાં આવે છે. 1922થી આજ સુધી એટલે છેલ્લાં નવાણુ વર્ષથી કેદીઓ ગાંધી ખોલીમાં સવાર સાંજ દિવો કરે છે, તેઓ માને છે આજે પણ ગાંધી આહિયા રહે છે, પ્રતિ વર્ષ ગાંધી ખોલીમાં ગાંધીના જન્મ અને નિર્વાણદિને ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે.

- Advertisement -

તા 2 ઓકટોબરના રોજ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ગુજરાતની જેલોના વડા ડૉ કે એલ એન રાવ, જેલ એસપી રોહન આનંદ, ડેપ્યુટી એસપી ડી વી રાણા અને વરુણ વસાવાની ઉપસ્થિતિમાં કેદીઓનું સન્માન કરવાનું હતું, નવજીવન ટ્રસ્ટ દ્વારા જેલના કેદીઓને પત્રકારત્વ પણ ભણાવવામાં આવે છે. આ કેદીઓને પદવી આપવાનો પણ કાર્યક્રમ હતો પત્રકારત્વમાં સૌથી ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહંમદકામરાન સહિતના કેદી વિધ્યાર્થીઓને ડૉ રાવે પદવી એનાયત કરી હતી, હિન્દના સરદાર પરિધા પાસ કરનાર પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હસીનરજા, બીજા ક્રમાંકે હાર્દિક પ્રજાપતિ અને ત્રીજા નંબરે હિતેશ બારોટ અને અમૃત પટેલ હતા, કેદીઓમાં અનેરો ઉત્સાહ પણ હતો કારણ વિજેતાને રૂપિયા 11 હજારથી પાંચ હજાર સુધીનો રોકડ પુરસ્કાર પણ નવજીવન તરફથી આપવામાં આવ્યો હતો.

જો કે મહિલા કેદીઓમાં પણ ઉત્સાહ હતો કારણ મહિલા કેદીમાં જૈમિકા પટેલ પ્રથમ સ્થાન, બીજા નંબરે કોમલ પરમાર અને ત્રીજા નંબરે માધુરી પરમાર વિજેતા થયા હતા જેમને ડૉ ઈન્દુ રાવે પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનીત કર્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular