નવજીવન અમદાવાદ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં આવવાના સંકેત આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. બે દિવસ અગાઉ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બંઘ બારણે નરેશ પટેલ સાથે મીટીંગ થઈ હતી. ત્યાર બાદ આજે પાટીદાર અનામત આંદોલનના દરમિયાનના કેસ પાછા ખેંચવા મુદ્દે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક થતા પહેલા નરેશ પટેલ રાજકારણમાં આવવું કે નહીં તે મામલે સંકેત આપતા ભર શિયાળે રાજકારણ ગરમાવો આવી ગયો છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નરેશભાઈ સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિ છે. કોઈપણ સામાજિક કે સમાજના કામ કરતા લોકોને કોઈપણ પાર્ટી સાથે જોડાવા માટે સ્વતંત્ર હોય છે. નરેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં સમાજ ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. હું એવું માનું છું કે એ વ્યક્તિ રાજકારણમાં આવીને વઘુમાં વઘુમાં લોકોને સેવા કરવા માટેની ઈચ્છા રાખવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા છે. વઘુમાં જણાવતા કહ્યું હતું કે નરેશભાઈ કોંગ્રેસમાં આવવા માંગતા હશે તો કાર્યકર્તા અને હોદેદાર રાજી થશે.
આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ખોડલધામના ચેરમેન નરેશભાઈ ખુબ પ્રતિષ્ઠીત વ્યક્તિ છે. અન્ય સમાજના આગેવાનો પણ નરેશભાઈ માટે માન ઘરાવે છે. રાજનીતિમાં નરેશભાઈ જેવી સ્વચ્છ છબી ધરાવનાતી વ્યક્તિ રાજકારણમાં આવે તો ખોટું શું છે? નરેશભાઈ રાજનીતિમાં આવે તો અમે આવકારીએ છીએ. સાથે કોંગ્રેસમાં પણ આવવુ હોય તો એમના માટે કોંગ્રેસ પાર્ટી લાલ જાજમ પાથરીને સ્વાગત કરવા તૈયાર છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









