નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં પરીક્ષા અગાઉ પેપર લીક થઈ જવા હવે કઈ નવી વાત નથી રહી, થોડા સમય અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક પરીક્ષા પહેલા જ પેપર લ્લિક થઈ ગયું હતું. જેને હવે 26 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહોઈ કરવામાં આવી નથી. આ અંગે અગાઉ પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આ નાગે રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “સરકારી સંસ્થાના પેપરલીક જેવી ગંભીર ઘટનામાં આટલા દિવસ વીત્યા પછી જો પોલીસ ફરિયાદ ન નોંધાતી હોય તો સ્વાભાવિક વિપક્ષ તરીકે વિદ્યાર્થીહિત અર્થે કરવું ઘટતું કાઈ પણ કરવાનું જ હોય. બે દિવસ પહેલા જોઈન્ટ કમિશ્નરને મળી રજુઆત કરી હતી, પરંતુ તેઓનું પોસ્ટિંગ હજુ નવું હોય અને તેઓ આ મામલે સંપૂર્ણ વાકેફ ના હતા એટલે આજે ફરી કમિશનરને રજુઆત માટે અમારી ટિમ ગઈ હતી. પોલીસ કમિશ્નરે અમને પ્રત્યુત્તર આપતા ખુબ સ્પષ્ટ કીધું યુનિવર્સિટીના સત્તાધીસો ફરિયાદ દાખલ કરવા માગતા હોય તો પોલીસ ફરિયાદ પેહલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ન બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે. અમે અમારી જવાબદારી નિભાવવા તત્પર છે સત્તાધીસો અત્યારે આવે અમે ફરિયાદ લેવા તૈયાર છે વિદ્યાર્થીહિત સૌ માટે સર્વોપરી હોવું જોઈએ.”
રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીના સત્તાધીસોને અમે આ અંગે રજુઆત કરી ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ લેતી નથી તેમ કહી દોષનો ટોપલો ઢોળ્યો હતો એટલે સત્તાધીસો જ ગેરમાર્ગે દોરી રહ્યા હોય તે સ્પષ્ટ થયું છે. જવાબદાર લોકો ફરિયાદી બનાવામાં ડરતા હોય તો રાજીનામુ આપી દેવું જોઈએ, અન્યથા કોઈ સિન્ડિકેટ સભ્યને આ મામલે ફરિયાદી બનાવી તાત્કાલિક ફરિયાદ પોલીસ તંત્રને આપે. જેથી પેપરલીક કરનાર વ્યક્તિઓ લોકો સમક્ષ ખુલ્લા પડે. જો યુનિવર્સિટીના સત્તાધીસો કે અધિકારીઓને ફરિયાદી બનવામાં ડર લાગતો હોય તો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે ફરિયાદી બનવા તૈયાર છું.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










