Tuesday, July 21, 2026
HomeGujaratત્રીપલ અકસ્માત : ગુરૂનાનક જયંતીનું કાર્યકમ પુર્ણ કરી જામનગરની સત્સંગ મંડળીની ઇકો...

ત્રીપલ અકસ્માત : ગુરૂનાનક જયંતીનું કાર્યકમ પુર્ણ કરી જામનગરની સત્સંગ મંડળીની ઇકો કારને નડ્યો અકસ્માત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. હળવદ: ગતમોડી રાત્રિના હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક એસટી બસ, ટેન્કર અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે હળવદ તેમજ ધાંગધ્રા ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક એક ટ્રેલર પલટી મારી ગયું હતું, જેથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ એક ટેન્કર તેમજ ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસમાં સવાર સાત મુસાફરો, ટેન્કર ચાલક તેમજ ક્લીનર અને ઇકો કારમાં સવાર સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જે ઇકો કાર જામનગરથી ઘાંગધ્રા ખાતે ગુરુનાનક  જયંતિ નિમિતે મ્યુઝિકલ ભજન ,સત્સંગ કાર્યક્રમ માટે આવ્યા હતા જે કાર્યક્રમ પુર્ણ કરી જામનગર જવા જઈ રહ્યા હતા અને રાત્રીના સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં ઇકોમાં સવાર 65 વર્ષેય સેજૂમલ મુલચંદ જાંગીયાણી વૃદ્ધનુંને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું અને અન્ય સવાર લોકોને સામન્ય ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

બનાવની જાણ થતા ધાંગધ્રા તેમજ હળવદની 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેની સાથે સાથે ચુલી ટોલનાકા પરથી પણ એમ્બ્યુલન્સ સાથે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો અને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજા થયેલા લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

સાભાર: પરાગ સંગતાણી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular