પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ) : જે માણસ પોતાનો ભુતકાળ ભુલતો નથી તેને વર્તમાન સામે કોઈ ફરિયાદ હોતી નથી. હાલમાં જુનાગઢના junagadh માંગરોળમાં DYSP તરીકે ફરજ બજાવતા જે ડી પુરોહીત DYSP Jugal Purohit નો પરિવાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહે છ. તેમના ઘરની બહાર તેમની નેઈમ પ્લેટ ઉપર પોલીસ સબઈન્સપેકટર લખેલુ છે. દરેક માણસને સંપત્તી-સત્તા અને હોદ્દામાં મોટુ થવુ ગમે છે. ગુજરાત પોલીસ Gujarat Police માં અને તેમના નજીકના મિત્રો તેમને જેડી તરીકે સંબોધે છે પણ 2001માં પોલીસ સબઈન્સપેકટર PSI તરીકે જોડાયેલા જેડીના ઘર ઉપર પોલીસ ઈન્સપેકટર કેમ લખ્યુ છે તેવો પ્રશ્ન થવો સ્વભાવી છે.
પણ મુળ ઘટનાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. કેવડીયા પાસે આવેલા ખડાદ ગામમાં રહેતા અંબાલાલ પુરોહીતને સાત સંતાનો બધા જ બાળકોને ભણાવી શકાય તેવી સ્થિતિ ન્હોતી. અંબાલાલ પુરોહીત વડોદરા રાજયમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. સાત સંતાનો પૈકી પુત્રએ ધનવંત પુરોહીતે લશ્કરમાં જોડાવવાનો નિર્ણય કર્યો અને આસામ રેજીમેન્ટમાં જોડાયા, લશ્કરની નોકરી પુરી કરી ગુજરાત પાછા ફર્યા અને રાજપીપણામાં એનસીસીમાં ડ્રાઈવર તરીકે જોડાયા. ઘનવંત પુરોહીતે લગ્ન કર્યા અને ત્રણ સંતાનો થયા, બે દિકરી અને એક દિકરો, એટલે જુગલ પુરોહીત Jugal Purohit.

પિતા એનસીસીમાં ડ્રાઈવર હતા અને આર્મી ઓફિસરની જીપ ચલાવવાનું કામ કરતા હતા, એટલે નાનકડા જુગલને આર્મી ઓફિસર જોને સતત થતુ હતુ કે હું પણ એક દિવસ ઓફિસર બનીશ, એટલે જુગલે સ્કુલમાંથી જ એનસીસી જોઈન્ટ કર્યુ અને કોલેજમાં પ્રવેશ લઈ દિલ્હીમાં થતી પ્રજાસત્તાક દિવસની પરેડનો હિસ્સો બન્યો(આરડીસી) જુગલ કહે છે. મને પિતાને જોઈ બે બાબતનો રંજ થતો એક તો મારા પિતાને આર્મી ઓફિસર ડ્રાઈવર તરીકે સંબોધતા હતા. ઘણી વખત એવુ બનતુ કે કોલેજમાં એનસીસીના ફંકશનમાં મારા પિતા આર્મી ઓફિસરને લઈને આવતા ત્યારે મને મારા મિત્રોની સામે સંકોચ થતો હતો કે મારા પિતા ડ્રાઈવર છે.
પણ આ સંકોચ અને નવી જીંદગી માટે જુગલને હજી લાંબી મઝલ કાપવાની બાકી હતી. બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ પુરો કરી એક ખાનગી કંપનીમાં 1950 રૂપિયાની પહેલી નોકરીની શરૂઆત કરી પણ તો યુનિર્ફોમ પહેરવા માટે આતુર હતુ. 1999માં પોલીસ સબઈન્સપેકટરની ભરતી આવી જુગલે પરિક્ષા પણ આપી અને પાસ પણ થયો, પણ જુગલનો નંબર વેઈટીંગમાં હતો. જુલગનની જેમ વેઈટીંગમાં રહેલા ઉમેદવારોએ વકિલની સલાહ લીધી અને ગુજરાત હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો, ત્યારે હાઈકોર્ટમાં જનાર બધા ઉમેદવારની આર્થિક સ્થિતિ સરખી હતી, છતાં બધાએ થોડા થોડા પૈસા કાઢી વકિલની ફિ ભરી અપીલ કરી.
જુગલની નોકરી રાજપીપળા, અમદાવાદ સાથે કયારેય પનારો પડયો ન્હોતો,પણ હવે અમદાવાદના ચક્કર કાપવાના હતા. મુદત હોય ત્યારે જુગલ સવારે ચાર વાગ્યાની બસ પકડી અમદાવાદ આવવા નિકળે, અમદાવાદ આવ્યા પછી સોલા હાઈકોર્ટ કેવી રીતે પહોંચવુ તેની પણ ખબર નહીં, ખીસ્સામાં રીક્ષા કરી શકે એટલા પૈસા પણ નહીં પણ એક મિત્ર રવિ પટેલ જે અમદાવાદનો અને હાઈકોર્ટની પીટીશનમાં પણ સાથે તે સુચના આપે તે પ્રમાણે એએમટીએસ બસ પકડી સોલા પહોંચવાનું, આખો દિવસ પોતાનો ક્રમ આવે તેની રાહ જોવાની સાંજે પાંચ વાગે ખબર પડે કે મુદત પડી છે, ફરી બસ પકડી અમદાવાદ એસટી ડેપો પહોંચવાનું, અમદાવાદથી સાંજે 6.10ની છેલ્લી બસ રાજપીપળા જતી અનેક વખત એવુ થાય કે જુગલ ડેપો પહોંચે અને બસ નિકળી જાય પછી રાતનો સહારો એસટી ડેપોનો બાંકડો, રાત બાંકડે પસાર કરી સવારે ચાર વાગ્યાની બસ પકડી રાજપીપળા જવાનું અને તરત ફેકટીરમાં નોકરી ઉપર જવાનું આવી અનેક રાતો એસટીના બાંકડે પસાર થઈ.

એક વખત એવુ બન્યુ કે ફેકટરીની નોકરી અને અમદાવાદના ધક્કામાં એવો થાક લાગ્યો કે અમદાવાદથી રાજપીપળા પાછા ફરતી વખતે બસમાં ઉંધ આવી ગઈ અને અચાનક ખબર પડી કે કોઈ ઉઠાડી રહ્યુ છે. આંખો ખોલી તો સામે કંટકટર હતો, તેણે પુછયુ ભાઈ કયાં જવાનું છે જુગલે જવાબ આપ્યો રાજપીપળા, કંટકટરે કહ્યુ કે ભાઈ બસો તો રાજપીપળાથી અમદાવાદ આવી છે. આમ જુગલની ઉંઘને કારણે બસ અમદાવાદથી નિકળી પાછી અમદાવાદ આવી ત્યાં સુધી ઉંઘ યથાવત કરી હતી. આટલા સંઘર્ષ પછી હાઈકોર્ટમાં જીત થઈ અને પોલીસ સબઈન્સપેકટર તરીકેની નોકરી મળી, સ્વભાવીક છે કે એક ડ્રાઈવરનો દિકરો પોલીસ સબઈન્સપેકટર થાય તેનો આનંદ પિતા ધનવંત પુરોહીત અને માતાને હતો. જયારે જુગલે પહેલી વખત પોલીસ યુનિફોર્મ પહેર્યો ત્યારે ધનંવત પુરોહીતની આંખ એક પ્રકારનું અભિમાન હતુ પણ આંખના ખુણા ભીના હતા.
જયારે જુગલ પુરોહીતે અમદાવાદના સેટેલાઈટમાં પોતાનું ઘર લીધુ ત્યારે ખુદ ધનંવત પુરોહીત પોતાના દિકરાની નેઈમ પ્લેટ બનાવી લાવ્યા હતા. 2009માં ધનવંત પુરોહીતનું નિધન થયુ, સબઈન્સપેકટર તરીકે જોડાયેલા જુગલ પુરોહીત ઈન્સપેકટર અને ડીવાયએસપી બન્યા પણ તેમના પિતાએ બનાવેલી પહેલી નેઈમ પ્લેટ તેમણે હટાવી નથી. જુગલ પુરોહીતના મોબાઈલ ફોનની બુકમાં પોતાના સરકારી ડ્રાઈવરના નામ તેમણે પાયલોટ તરીકે સેવ કરેલા છે કારણ પિતાને જયારે અધિકારી ડ્રાઈવર કહેતા તે તેમને પસંદ ન્હોતુ એટલે તે પોતાના ડ્રાઈવરને પાયલોટ જ કહે છે.આજે અમદાવાદના ઘરમાં માતા અને પત્ની વિશાખા સહિત ત્રણ બાળકો સાથે તેમનો પરિવાર રહે છે. જયારે મેં જુગલને જુની નેઈમ પ્લેટ અંગે પુછયુ ત્યારે પોતાની સફર અને લાગણી વાત કહેતા તેમની આંખોમાંથી દોડી આવેલા આંસુને તેઓ રોકી શકયા નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












