Saturday, March 15, 2025
HomeGujaratAhmedabadઆ કોઈ લિસ્ટ સામે લિસ્ટની રમત નથી, સફાઈ કામદાર મૃત્યુ વળતર અંગે...

આ કોઈ લિસ્ટ સામે લિસ્ટની રમત નથી, સફાઈ કામદાર મૃત્યુ વળતર અંગે હાઈકોર્ટનું આકરું વલણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભાવનગરમાં (Bhavnagar) ગટરકામ દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામેલા 16 જેટલા સફાઈ કામદારોના મૃત્યુના વળતર મામલે જાહેર હિતની એક અરજી હાઈકોર્ટમાં (Gujarat High Court) કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સરકારને મૃતકોના પરિવારજનોને નિયમ મુજબ વળતર ચુકાવવામાં આટલો વિલંબ કેમ થયો એમ કહીને મૃતકોના પરિવારજનોને મળવાપાત્ર વળતર ચુકવવા અંગે સરકારને આડે હાથ લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના આકસ્મિક મૃત્યુના કિસ્સાઓમાં વળતર ચૂકવવા અંગેની જાહેર હિતની અરજી થઈ હતી. જેની સુનાવણી કરતાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ પી. મૈયની ખંડપીઠે સફાઈ કામદારોના આકસ્મિક મૃત્યુ બાદ વળતર ચૂકવવા મામલે થયેલી અરજીને ખૂબ ગંભીરતાથી લીધી છે. 16 જેટલા સફાઈ કામદારોના મૃત્યુ મામલે વળતર ન ચૂકવાતા હાઈકોર્ટે સરકારને પૂછ્યું વળતર ચૂકવવામાં આટલો વિલંબ કેમ? ભાવનગરમાં ગટરકામ દરમિયાન સફાઈ કામદારોના મૃત્યુ બાદ કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા? જો કે સરકાર દ્વારા દલીલ કરી રહેલા વકીલે પણ 16 કામદાર પૈકી 8 કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી હોવાની કબૂલાત કરી હતી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે, આ લિસ્ટ સામે લિસ્ટની રમત નથી.

- Advertisement -

વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, તમે મામલાથી દૂર કેમ ભાગો છો? તમને સોગંદનામું રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં એફિડેવિટમાં જવાબ રજૂ કરાયો નથી. સાથે જ સુપ્રીમ કોર્ટના છેલ્લા ચુકાદા અનુસાર હવેથી બાકી રહેલ તમામને 30 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવેલ છે. આ સાથે જ વળતર અંગે સરકાર અને વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને આવતી સુનાવણી સુધી એફિડેવિટ ફાઈલ કરવા પણ આદેશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular