Thursday, April 16, 2026
HomeGujaratBhavnagarસાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી

સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં ગરમીનો પારો (Heatwave in Gujarat) દિવસેને દિવસે ઉપર જઈ રહ્યો છે તેની વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. બે દિવસ કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતામાં છે.

હવામાનમાં આ ફેરફાર માટે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ (Upper Air Cyclonic Circulation) જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ભેજવાળો પવન ફૂંકાશે અને પ્રી-મોન્સૂન જેવી સ્થિતિ જોવા મળશે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ વરસી શકે છે. મુખ્યત્વે ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માવઠું પડવાની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. 18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારો ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular