નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad New Mayor: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ હવે પૂર્ણ થઈ છે અને અલગ અલગ જગ્યાએ નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદનાં નવા મેયર (Ahmedabad Mayor) તરીકે પ્રતિભા જૈનના (pratibha jain) નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વડોદરાના નવા મેયર તરીકે પિંકીબેન સોલંકીની જાહેરાત કરવામાં આવી છે. આમદવાદનું મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત રાખવામા આવ્યું હોવાથી આજે સવારે કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રતિભા જૈનની મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનેક તર્ક-વિતર્કો બાદ આજે અમદાવાદનાં શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની મેયર તરીકર નિમણૂક કરવામાં આવી છે, તેમજ ઘાટલોડીયા વોર્ડના કોર્પોરેટર જતિન પટેલને AMCના ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સાથે જ AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની વરણી કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.
આજે સવારે 10 વાગ્યે AMCના મેયર તરીકે પ્રતિભા જૈનની જાહેરાત થાય બાદ 11 વાગ્યે સામાન્ય સભામાં અમદાવાદનાં પૂર્વ મેયર કિરીટ પરમારે વિધિવત પ્રતિભા જૈનને મેયરનો ચાર્જ સોંપ્યો હતો અને બાદમાં ડેપ્યુટી મેયર, સ્તેંદિગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાને પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સાથે જ 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી પણ બનાવવામાં આવી છે. આગામી સમયમાં નવી સ્ટેન્ડિંગ કમિટીની પહેલી બેઠક પણ બોલાવવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








