નવજીવન સુરતઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી હતી. જેના પગલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંવેદનશીલતા બતાવતા પોલીસ અને ન્યાય તંત્રને સૂચનો આપ્યા હતા કે પોક્સો એક્ટ અંતર્ગત આવતા અપરાધો માટે જેટલુ જલદી શક્ય હોય તેમ ચુકાદો આવવો જોઈએ. ત્યાર બાદ ગાંધીનગર અને સુરતમાં બનેલી બાળકીઓ પરની દુષ્કર્મની ઘટનામાં ગણતરીના દિવસોમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ ગાંધીનગર દુષ્કર્મ કેસમાં અને સુરતના એક કેસમાં એક મહિનાની અંદર ચુકાદો આપવામાં આવ્યો હતો અને આરોપીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઈકાલે સુરતના પાંડેસર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. માત્ર 28 દિવસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે.
આવી ઘટનાઓ ફરીથી ન બને તેના માટે સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવા આરોપીઓના ફોટા અને કરતુતો દર્શાવતા હોર્ડિંગ્સ રાજ્યમાં તમામ જગ્યાએ લગાવવામાં આવશે. ઉપરાંત આ પ્રકારના કિસ્સામાં આરોપીઓને તાત્કાલીક કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પોલીસ અને ન્યાય તંત્રએ અસરકારક કામગીરી કરી છે. માત્ર એક માસમાં આવા ગંભીર ગુના કરવા વાળા આરોપીઓને સજા આપવામાં આવી છે. આગામી સમયમાં આવા કૃત્યો ફરી ન થાય તે માટે આરોપીઓના ફોટા અને કૃત્યોના હોર્ડિંગ્સ લગાવવામાં આવશે તેવો અમે પ્લાન કરી રહ્યા છે.”
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









