Saturday, May 9, 2026
HomeGujaratCDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશઃ 4ની લાશ મળી, 3 ઘાયલ

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશઃ 4ની લાશ મળી, 3 ઘાયલ

- Advertisement -

નવજીવન તમિલનાડુઃ તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત, તેમની પત્ની સહિત અન્ય અધિકારીઓને લઈ જઈ રહેલા સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. દુર્ઘટના પછી રાહત અને બચાવ અભિયાન શરૂ થઈ ગયા છે. કહેવાઈ રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા. જે પૈકીના ચાર વ્યક્તિની લાશ મળી આવી છે.

- Advertisement -



કુન્નરમાં ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરમાં ફક્ત સીડીએસ બિપિન રાવત જ ન્હોતા, પણ તેમની પત્ની પણ હતા. હાલ કયા કયા લોકોને આ ઘટનામાં બચાવાયા છે, કે કોણ ઈજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યું છે તેની કોઈ નક્કર જાણકારી મળી આવી નથી, પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર આ હેલિકોપ્ટરમાં 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ સફર કરી રહ્યા હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સીડીએસને લઈ જઈ રહેલું આ હેલિકોપ્ટર કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પુરો વિસ્તાર જંગલ વિસ્તાર છે. અહીં જે લોકોને બચાવાયા તેમને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

- Advertisement -



- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular