Saturday, June 3, 2023
HomeGujaratભૂપેન્દ્ર પટેલ CM થયા પછી GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

ભૂપેન્દ્ર પટેલ CM થયા પછી GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

- Advertisement -

નવજીવન ગાંધીનગરઃ ગુજરાતના 31 જેટલા GAS અધિકારીઓના બદલીનો ગંજીપો ચિપાયો છે. હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામા પછી જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તે પછી આ પહેલી વખત છે જેમાં GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આવો જાણીએ કોને ક્યાં મુકાયા

ડીએન સતાણી નિમણૂંક માટે રાહમાં હતા તેમને પ્રાંત અધિકારી તરીકે બોટાદ મુકવામાં આવ્યા છે. આવી જ રીતે આર એન ગાબાણીને પણ વહીવટી અધિકારી અને એસ્ટેટ મેનેજર, ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગરમાં નિમણૂંક અપાઈ છે. અમરેલીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ પી જોશીની બદલી ડાંગમાં કરાઈ છે, આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીતાંજલી જી. દેવમણીની બદલી સાબરકાંઠા કરાઈ છે. દાહોદના ઝાલોદ ખાતે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ડી એન પટેલની બદલી અમરેલીમાં નાયબ વિકાસ અધિકારી તરીકે કરાઈ છે. ડાંગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર બી ચૌધરીને મહિસાગરના નાયબ જિલ્લા અધિકારી તરીકે બદલી મળી છે.દાહોદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે કે પટેલને અરવલ્લીમાં ટ્રાન્સફર મળી છે. નર્મદાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે એસ એમ વસાવાને પદભાર સોંપાયો છે તેઓ અગાઉ છોટાઉદેપુર કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-2 તરીકે કાર્યરત હતા. ખેડાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ટી એમ મકવાણાને બોટાદ મુકાયા છે અને બોટાદના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સુરેન્દ્રનગરમાં બદલી મળી છે. નવસારીના સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર અમિત એચ ચૌધરીને તાપી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સોંપાયો છે.

- Advertisement -

ભરુચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ પી પટેલને વલસાડ મુકાયા છે. વ્યારાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી કૈલાસબેન હરજીભાઈ નિનામાને નવસારીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે. ખેડબ્રહ્માના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર બી ખરાડીને મહેસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક અપાઈ છે. સુરતના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ડી જે વસાવાને વલસાડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ગાંધીનગરના મદદનીશ વિકાસ કમિશનર ઈશ્વરભાઈ એસ પ્રજાપતિને ગાંધીનગર નાયબ સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં નિમણૂંક અપાઈ છે. પંચમહાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશ ડી રાઠવા અમરેલીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યા છે. સુરતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિમિષ આર પટેલને મદદનીશ વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે નિમણૂંક અપાઈ છે.મહિસાગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી એન ભાભોરને પંચમહાલ મુકાયા છે, સોનગઢના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એ આઈ વસાવાને વડોદરા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે, કેવડિયા કોલોની યુનીટ 1ના મદદનીશ કમિશનર નિકુંજ કે પરીખને બનાસકાંઠા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ઝઘડિયાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એ જે પટેલને સુરતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે.

આ ઉપરાંત પ્રોબેશન પરના અંકિત ગોહિલને સુરતમાં વાંસદાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે, પીયૂષ પટેલને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમાયા છે. બ્રિજેશ કાલરિયાને રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ઈશિતા મેરને મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે. સુરજ બારોટને ગાંધીનગર નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો પદભાર સોંપાયો છે. વિક્રમ ભંડારીને માંડવીના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી બનાવાયા છે. અશોક ડાંગીને ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ભવ્ય નિનામાને અરવલ્લીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular