પ્રશાંત દયાળ (ભાગઃ 52 દીવાલ) : ડીસીપી સિન્હા DCP Sinha અને ઈન્સપેકટર જાડેજા Jadeja સવારે 5 વાગે ઘરે ગયા હતા, તો પણ જાડેજા Jadeja સાડા 10 વાગે પોતાની ઓફિસમાં આવી ગયા, તેમણે સવારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch થી નિકળતા જ પોતાના તમામ સ્ટાફને 10 વાગે હાજર રહેવાનો મેસેજ આપી દીધો હતો, જો કે કોઈને કયા કામ માટે બોલાવ્યા છે તેની ખબર ન્હોતી, જાડેજા Jadeja એ ઓફિસમાં આવી પોતાના કેટલા રૂટીન કામ હતા અને જે કેસ પેપરો ઉપર તેમની સહી કરવાની બાકી હતી. તે કામ પુરૂ કરી એક પોતાની ગાડી અને બીજી ગાડીમાં સબ ઈન્સપેકટકટર Sub Inspector અને તેમના સ્ટાફને લઈ તે દરિયાપુર Daiyapur ઉપડયા, તંબુ ચોકી પાસે તેમણે ગાડી રોકી કોઈને સરનામુ પુછયુ, સરનામુ બતાડનારે જે તરફ ઈશારો કર્યો તે તરફ જાડેજા Jadeja એ જોયુ તો તરત સાયકલની દુકાન નજરે પડી, તેમણે સાયકલની દુકાન પાસે ગાડી ઊભી રાખી દુકાનમાં કામ કરી રહેલા ચાચાને પુછયુ યુસુફ Yusuf કોણ છે, ચાચા ડરી ગયા. જાડેજા Jadeja એ ફરી પુછયુ એટલે તેમણે દુકાનમાં કામ કરી રહેલા એક જુવાન છોકરા તરફ ઈશારો કર્યો, જાડેજા Jadeja એ તેને પકડયો અને ઉપાડી ગાડીમાં નાખી દીધો.
યુસુફ Yusuf રસ્તામાં પુછી રહ્યો હતો, સાહેબ કહો તો ખરા મારો ગુનો શું છે, પણ જાડેજા Jadeja એ તેની સાથે એક શબ્દની વાત કરી નહીં, તે થોડીવાર પછી રડવા લાગ્યો હતો, જાડેજા Jadeja એ પાછળની સીટમાં બેઠેલા યુસુફ Yusuf તરફ એક બે વખત નજર કરી જોયું પણ ન હતું. યુસુફ Yusuf ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં આવી જતા તેને ઉપરના હોલમાં લાવી બેસાડી દેવામાં આવ્યો હતો, જાડેજા Jadeja એ SRP વાળાને કહ્યું ધ્યાન રાખજો આ છોકરાનું, યુસુફે Yusuf જોયું તો તેના જેવા 5-7 લોકો હોલમાં બેઠા હતા, કલાક થયો એટલે યુસુફ Yusuf નું મન થોડુ શાંત થયું, તેણે તેની બાજુમાં બેઠેલા યુવક સામે જોયું, પેલા યુસુફ Yusuf ને પુછયું કીસ મેં આયે હો.. યુસુફ Yusuf ને આ ભાષા સમજાઈ નહીં કારણ તેને આ ભાષાની આદત ન્હોતી, પેલા ગુજરાતીમાં પુછયું ક્યા ગુનામાં લાવ્યા છે, યુસુફે Yusuf કહ્યું મને જ ખબર નથી મારો ગુનો કયો છે, પેલો યુવક હસવા લાગ્યો, તેણે કહ્યું પહેલી વખત આયો લાગે છે, ધીરે ધીરે તને આદત થઈ જશે. યુસુફ Yusuf ને તેનું હસવુ અને તેનું આ પ્રકારે બોલવુ ગમ્યુ નહીં.
થોડીવાર પછી ત્યાં બેસાડી રાખેલામાંથી 1 વ્યકિતએ એસઆરપી SRP ને હાથનો ઈશારો કરતા બાથરૂમ જવું છે તેવું કહ્યું, SRP જવાન ખુરશીમાંથી ઊભો થયો, તેણે પોતાની રાયફલ ખભા ઉપર લીધી અને પુછયું કોને કોને બાથરૂમ જવું છે, યુસુફ Yusuf ને બાદ કરતા બધાએ હાથ ઊંચો કર્યો, SRP એ યુસુફ Yusuf ને પુછયું તારે જવું નથી, તેણે ના પાડી, એટલે પેલા જવાને ગુસ્સો કરતા કહ્યું ચાલ ઉઠ પછી તને લાગશે તો નહીં લઈ જઉ, યુસુફ Yusuf ને આશ્ચર્ય થયું અહિયા બાથરૂમ પણ પરાણે કરવી પડશે? બધા ઊભા થઈ ગયા, નાના છોકરાઓ જ્યારે છુકછુક ગાડી રમતા હોય ત્યારે એક બીજાના શર્ટ પકડી કેમ ચાલે તેમ બધા ચાલવા લાગ્યા, યુસુફ Yusuf ને તો આ પધ્ધતિની ખબર ન્હોતી, પણ તેની પાછળ રહેલા યુવકે તેને ઈશારો કરી કહ્યું આગળ વાળાનો શર્ટ પકડી લે, SRP વાળો સૌથી છેલ્લે ચાલતો હતો ઉપરના માળેથી બઘા નીચે બાથરૂમ સુધી આવ્યા, એક પછી એક બધા બાથરૂમ ગયા અને પાછા ઉપર જતી વખતે બધાએ એક બીજાના શર્ટ પાછળથી પકડી લીધા. યુસુફ Yusuf ને આ બધાની નવાઈ લાગતી હતી, હજી તેની ઉમંર પણ 21 વર્ષની હતી અને હાઈટ પણ ઓછી હતી. બપોર થઈ, એક પોલીસવાળો ફુડ પેકેટ Food Package જેવું જમવાનું આપી ગયો, તેમાં બટાકાનું શાક અને પુરી હતી, યુસુફ Yusuf ના તો ગળે પણ જમવાનું ઉતરતુ ન્હોતુ, પણ તેણે ડરમાંને ડરમાં જમવાનું જમી લીધુ. તેને આશ્ચર્ય તે વાતનું હતું કે તેને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લાવ્યા પછી કોઈએ કશું જ પુછયું ન્હોતુ પણ તેને શું કામ લાવ્યા હતા તેની પણ ખબર પડતી ન્હોતી, તેને બેઠા બેઠા ઉંઘ ચઢી, ત્યારે જ એક પોલીસવાળા Cops એ તેને આવી ઢંઢોળ્યો, તેણે આંખો ખોલી પોલીસવાળાએ કહ્યું ચાલ સાહેબ બોલાવે છે, યુસુફ Yusuf માટે તો અહીંયા બધા જ સાહેબ હતા, હવે કોણ સાહેબ બોલાવે છે તેવો પ્રશ્ન તેના ચહેરા ઉપર હતો. તે પોલીસવાળા સાથે ચાલવા લાગ્યો, તે ઉપરના માળેથી નીચે આવ્યો, યુસુફે Yusuf સ્કુલનું શિક્ષણ તો લીધુ હતું જેના કારણે તેને વાંચતા-લખતા આવડતુ હતું.
તેણે ઓફિસની બહાર લાગેલી પ્લેટ વાંચી જેની ઉપર લખ્યુ હતું ડીસીપી DCP ક્રાઈમ એચ કે સિન્હા HK Sinha પહેલા કોન્સટેબલ અંદર ગયો અને તરત બહાર આવ્યો તેણે દરવાજો ખુલ્લો રાખ્યો અને યુસુફ Yusuf ને અંદર મોકલ્યો. ડીસીપી DCP પોતાના પીસી ઉપર કઈક કામ કરી રહ્યા હતા, તેમણે ચાલુ કામે નજર ઊંચી કરી યુસુફ Yusuf સામે જોયું અને માથુ હલાવી તેની નોંધ લીધી છે એટલુ જ કહ્યું યુસુફ Yusuf ને ડર તો લાગતો હતો, પણ ખબર નહીં કેમ સિન્હા Sinha ને જોઈ તેનો ડર ઓછો થયો હતો, સિન્હા Sinha બીજા પોલીસવાળા જેવા રૂક્ષ લાગતા ન્હોતા, તેમના ચહેરા ઉપર સૌમ્યતા હતી, 5 મિનિટમાં પોતાનું કામ પુરૂ કરી, તેમણે યુસુફ Yusuf સામે જોતા કહ્યું શું નામ છે બેટા, યુસુફ Yusuf ને સારૂ પણ લાગ્યુ અને આશ્ચર્ય પણ થયું કારણ તેની દુકાને આવેલા પોલીસવાળાઓએ તે કઈ પણ પુછયા વગર તેને ઉંચકી ગાડીમાં નાખી દીધો હતો, પણ આ સાહેબ તો બેટા કહી વાત કરતા હતા. યુસુફે Yusuf કહ્યું સર મારૂ નામ યુસુફ Yusuf છે, સિન્હા Sinhaએ તેની સામે ધ્યાનથી જોયું અને પુછયું કયા રહે છે, સર દરિયાપુર સિન્હા Sinha એ પુછયુ શું કામ કરે છે, સર મારી તંબુ ચોકી પાસે સાયકલની દુકાન છે, હું અને મારા અબ્બુ સાથે જ કામ કરીએ છીએ.
સિન્હા Sinha ખુરશીમાંથી ઊભા થયા, ચેમ્બરમાં ચાલતા ચાલતા તેમણે યુસુફ Yusuf સામે જોયા વગર વાત ચાલુ રાખી, યુસુફ Yusuf તારી દુકાને કોઈ સાયકલ ખરીદવા આવે છે, યુસુફે Yusuf કહ્યું સાહેબ અમે તો સાયકલ રિપેરીંગનું કામ કરીએ છીએ. સિન્હા Sinha એ એકદમ અટકી ગયા, એટલે તમે સાયકલ વેંચતા જ નથી. યુસુફે Yusuf સ્પષ્ટતા કરતા કહ્યું સાહેબ કોઈ જુની સાકયલ વેચવા માગે અને કોઈ ખરીદવા આવે તો 25-25 રૂપિયા ઉમેરી સાયકલ વેંચી દઈએ. સિન્હા Sinha એ પુછયુ બેટા હમણાં સુધી કેટલી સાયકલ વેંચી હશે. યુસુફ Yusuf વિચાર કરવા લાગ્યો,.. સિન્હા Sinha એ તેની સામે જોયુ એટલે યુસુફ Yusuf ને કહ્યું સાહેબ તેવું તો યાદ નથી, સાયકલ ખરીદવા કોઈ આવે તો તેનું નામ સરનામુ તમે લખો છો. યુસુફ Yusuf ને હસવુ આવી ગયુ, 1200-1300ની જુની સાયકલ ખરીદવા આવે તેના નામ સરનામાની આપણે શું જરૂર હોય. તે વિચાર કરવા લાગ્યો શું જવાબ આપુ.
સિન્હા Sinha એ ફરી તેની સામે જોયુ યુસુફે Yusuf કહ્યું ના સાહેબ તેવું તો કઈ કરતા નથી, સિન્હા Sinha થોડીવાર સુધી ચાલતા રહ્યા, પછી પાછા રોકાઈ પુછયુ તારી પાસેથી કોઈ 2-5-10 સાયકલ એક સાથે ખરીદી ગયું હતું? યુસુફ Yusuf વિચાર કરવા લાગ્યો, સિન્હા Sinha એ તેને યાદ અપાવતા કહ્યું હમણાની વાત નથી છેલ્લાં 2 મહિના કે 1 મહિનામાં કોઈએ સાયકલો ખરીદી હોય? યુસુફે Yusuf કહ્યું સાહેબ યાદ નથી, સિન્હા Sinha એ તેની નજીક આવી કહ્યું જો બેટા તું યાદ કરીશ તો અમને મદદ થશે, યુસુફ Yusuf ને લાગ્યું કે જો તે યાદ કરે તો પોલીસને મદદ થતી હોય તો તેણે યાદ કરવું જ જોઈએ. તે માથામાં ખંજવાળવા લાગ્યો, યુસુફ Yusuf ને આ સ્ટાઈલ હતી તે કઈક યાદ કરવુ હોય ત્યારે માથુ ખંજવાળવા લાગતો હતો.
(ક્રમશઃ)
PART – 51 | DCP સિન્હાએ ચાંદ ને CCTV ફુતેઝ બતાવ્યા અને તેના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.