CJP leaders protesting against Gyanesh Kumar released subject to condition : ભારે વિવાદમાં આવેલા અને વોટમાં હેરફેર કરવાનો આરોપ લાગ્યો છે તેવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે થઈ રહેલા 10 ઓક્ટોબરના આંદોલનને સરકારે કચડી નાંખ્યું છે. દિલ્હી જંતર મંતર ખાતે આવી રહેલા આંદોલનકારીઓને અટકાવવા તમામ શક્તિઓનો પ્રયોગ કરી દીધો હતો. આંદોલનથી ફફડી ગયેલી સરકારે સુરક્ષા જવાનોના ધાડેધાડા ઉતારી ખીલ્લાવાળા ઉંચા ઉંચા બેરિકેડ લગાવી દેવાયા, ટ્રેનો રદ કરી દેવાઈ, 50થી વધુ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા, આંદોલન કરવા આવનારા નેતાઓને ઘરેથી તેમજ પ્લેનમાંથી ઉપાડી લેવાયા અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જના આદેશ અપાયા. જંતર મંતર પહોંચવા ઇચ્છુક 7 હજારથી વધુ લોકોને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. શનિવારે કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દિપકે (Abhijeet Dipke), આશુતોષ રંકા (Ashutosh Ranka) અને સૌરવ દાસ (Saurav Das) ને દિલ્હી એરપોર્ટ પરથી અટકાયતમાં લેવાયેલા ત્રણેય નેતાઓને 24 કલાક બાદ આજે રવિવારે મુક્ત કરવામાં આવ્યા છે.
CJPના નેતાઓ અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસને જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરથી શનિવારે અટકાયતમાં લીધા બાદ તકેદારીના કારણોસર ધરપકડ કરવામાં આવી હતી. ચોવીસેક કલાક બાદ આજે રવિવારે દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન (Delhi Cantt Police Station) માં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ત્રણેયને રજૂ કરાયા હતા. CJP ના કાનૂની બાબતોના વડા રત્ના સિંહે જણાવ્યું હતું કે, તેમને એક વર્ષ સુધી “શાંતિમાં ખલેલ પહોંચાડશે નહીં” તેવી શરતે મુક્ત કરવામાં આવ્યા હતા.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee), કેરળના મુખ્યમંત્રી પૂર્વ પિનરાઈ વિજયન (Pinarayi Vijayan) અને ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર (Manik Sarkar) સહિત અનેક વિપક્ષી નેતાઓને પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.








