Sunday, October 11, 2026
HomeGujarat192.31 ચોરસ કિ.મી.માં ફેલાયેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોને માફક આવી ગયું, હાલમાં...

192.31 ચોરસ કિ.મી.માં ફેલાયેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોને માફક આવી ગયું, હાલમાં 7 સિંહનો વસવાટ

- Advertisement -

Barda Wildlife Sanctuary has become new home for Asiatic lions : એશિયાઇ સિંહો વિશ્વમાં માત્ર ગીરનાં જંગલ (Asiatic lion in Gir forest) માં જ જોવા મળે છે. જોકે, સિંહો તેના પરંપરાગત વિસ્તારની બહાર વિસ્તરી રહ્યાં છે. આવા સમયે બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવું ‘ઘર’ બન્યું છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે.

સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. આ અભ્યારણ્ય વનસ્પતિની અસાધારણ વિવિધતા ધરાવે છે અને અહીં અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે, જેમાં પર્યાવરણીય તથા સંરક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

“Beyond Gir: Barda Wildlife Sanctuary as a Potential Stronghold for Asiatic Lions” શીર્ષક ધરાવતો આ અભ્યાસ PLOS One માં પ્રકાશિત થયો છે. ગુજરાત વન વિભાગનાં મોહન રામ (Mohan Ram), આરાધના સાહુ (Aradhana Sahu), નિત્યાનંદ શ્રીવાસ્તવ (Nityanand Srivastava), રોહિત ચૌધરી, લહર ઝાલા અને યશપાલ ઝાલા તથા બાંદા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો.

આ અભ્યાસમાં આશરે 144 વર્ષનાં અંતરાય બાદ બરડાનાં જંગલમાં ફરી પાછી ફરેલા સિંહોના વિસ્તારના ઉપયોગ, આવાસની પસંદગી અને આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં એક નર સિંહ અહીં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ માદા સિંહને અહીં લાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને અભ્યાસના લેખક મોહન રામે જણાવ્યું કે, “બરડા વન્યજીવ અભયારણ્યમાં હાલમાં 17 સિંહો છે. સંશોધન માટે છ સિંહો—એક નર અને પાંચ માદા—ને રેડિયો-કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન તેમના 1.69 લાખથી વધુ GPS લોકેશન મેળવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે, સિંહો બરડાનાં જંગલોમાં ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. સિંહો પોતાની હોમ રેન્જ સ્થાપિત કરી રહ્યા છે અને સામાજિક જોડાણો વિકસાવી રહ્યા છે.”

- Advertisement -

અધિક મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે (Jaipal Singh) જણાવ્યું કે, “સિંહો માટે પ્રે બેઝ (શિકાર) તૈયાર કરવા પર વન વિભાગ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 2025–26 દરમિયાન ગીર વન્યજીવ અભ્યારણ્યમાંથી 441 ચિતલને બરડાનાં જંગલમાં છોડ઼વામાં આવ્યા હતા.’’ આ ઉપરાંત સાંબરનું પણ સંવર્ધન કરીને તેને જંગલમાં છોડવામાં આવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular