Triranga Yatra against Vote chori and Gyanesh Kumar Abhijit Dipke: દેશના લોકોના મૂળભૂત અધિકાર વોટ પર હાલની મોદી સરકારેની તરાપ અને તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉપયોગ કરાયાના આરોપો છેલ્લા ઘણા સમયથી લાગતા આવ્યા છે. જેને લઈને સીજેપી (કોક્રોચ જનતા પાર્ટી) દ્વારા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થી સંગઠનો, ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પણ આ જ મુદ્દા પર સરકારને ઘેરી રહી છે ત્યારે આજે સીજેપીના ફાઉન્ડર કે અભિજિત દીપકે કે જેમને કોક્રોચોના નેતા તરીકે ઓળખવામાં આવી રહ્યા છે તેમણે તિરંગા યાત્રાનું આહવાન કર્યું હતું. દિલ્હી પોલીસ કે જેના પર બર્બરતાના આરોપ સતત લાગી રહ્યા છે તે દિલ્હી પોલીસે આજે તેમની અટકાયત પણ આ યાત્રા શરૂ થાય તે પહેલા જ કરી લીધી છે.
આ ઉપરાંત અન્ય બે મુખ્ય કોક્રોચ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ પણ આ અગાઉ કરી દેવાઈ છે. તેઓ હાલ જેલમાં છે. આ મામલો આગની જેમ સરકારને ચારે તરફથી ઘેરી રહ્યો છે. વોટ ચોરીનો જેના પર આરોપ છે તેવા તમામ હજુ જેલથી દૂર છે અથવા કાર્યવાહી કે તપાસથી દૂર છે ત્યાં કોક્રોચો પર કાર્યવાહીને લઈને અભિજિતે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે તેમણે તિરંગા યાત્રા માટે લોકોને આજે દિલ્હી આવવા કહ્યું હતું. જોકે કનૉટ પ્લેસ પર પોલીસે 163 એટલે કે જે પહેલા 144 કલમ કહેવાતી હતી તે લાગુ કરી દીધી છે. જેને લઈને તિરંગા યાત્રાની મંજુરી અપાઈ નહોતી.
કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આજે તેઓ આ યાત્રા અંતર્ગત તિરંગો લહેરાવવા માગતા હતા પરંતુ પોલીસે તેમને પહેલા જ ઉચકી લીધા અને અટકાયત કરી લીધી હતી. સીજેપીના સપોર્ટ્સએ પણ જ્યારે અભિજીતને લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પોલીસને રોકવાના પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સફળ થયા નથી. અભિજીત દીપકે આજે હાથમાં તિરંગો લઈને અને મહાત્મા ગાંધીની તસવીર વાળી ટીશર્ટ પહેરીને ત્યાં બહાર નીકળ્યા હતા પરંતુ પોલીસે તેમને ડિટેઈન કરી લીધા છે. જોકે અન્ય કોક્રોચો હવે કહે છે કે તેઓ હાથમાં તિરંગો લઈ સીપી સુધી તિરંગા યાત્રામાં શામેલ થવા જઈ રહ્યા છે. જ્યારે દીપકેને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે તેમના થોડા વાટાઘાટો પણ થયા હતા.
અભિજીત દિલ્હીમાં એનસીપી નેતા અનીશ ગાયકવાડના ઘરે રોકાયા હતા. અહીં પહોંચીને પોલીસ ટીમે તેમને બે નોટિસો આપી દીધી. એક નોટિસમાં પોલીસે કહ્યું કે કનૉટ પ્લેસ પર 163 કલમ લાગુ છે, તેથી ત્યાં ના આવશો. તેમાં એવું પણ કહ્યું કે તે છતા તેઓ ત્યાં આવે છે તો 163ના ઉલ્લંઘ થશે અને તેમના સામે કાયદાકીય પગલા લેવાશે.
બીજી નોટિસ સાઉથ વેસ્ટ દિલ્હી તરફથી આપવામાં આવી હતી. જેમાં અભિજીતને કહેવાયું હતું કે, એરપોર્ટથી જ્યારે તેમને પકડીને ડિટેઈન કરાયા હતા અને કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે અભિજીત, આશુતોષ રાંકા અને સૌરવ દાસે એક બોન્ડ સાઈન કર્યો હતો, જેમાં એક વર્ષ સુધી તે અશાંતિ નહીં ફેલાવે તેવી વાત કરી હતી.








