Sunday, October 11, 2026
HomeGujaratAravalli : શામળાજી પંથકમાંથી નશાની ખેતીનો પર્દાફાશ, પોલીસે 43 લાખનો લીલો ગાંજો...

Aravalli : શામળાજી પંથકમાંથી નશાની ખેતીનો પર્દાફાશ, પોલીસે 43 લાખનો લીલો ગાંજો ઝડપ્યો

- Advertisement -

Police discovered cannabis cultivation in Aravalli district : ગુજરાતની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી સરહદો પર ગાંજાની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja) ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર સતત નશાના કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરી છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજી ટીમે (ANW and SOG Team) શામળાજીના ગલીસીમરો ગામમાં મકાઈ અને જુવારના પાક વચ્ચે લહેરાતા ગાંજાના લીલાછમ 169 છોડ (86 કિલો કિંમત 43.12 લાખ) સાથે નશાની ખેતી કરનાર અનિલ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લામાં ગાંજાનું વ્યસન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. નશાના કારોબાર અને નશાની ખેતીની બદીને ડામવા એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડાદોડ કરી રહ્યાં છે. ખેતીની આડમાં ગાંજાની ખેતી કરનાર અસામાજીક તત્ત્વોનો વધારો થઈ રહ્યો છે.

- Advertisement -

અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજીની ટીમે બાતમીદારો સક્રિય કરતા શામળાજીના ગલીસીમરો ગામના ડામોર ફળિયામાં રહેતા અનિલ મરતા ડામોરે તેના કબજા હેઠળના ખેતરમાં મકાઈ અને જુવારના પાક વચ્ચે ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથ ધરી FSL Team સાથે ખેતરમાં ત્રાટકી તપાસ હાથ ધરતા મકાઈ અને જુવારના ઉંચા છોડની વચ્ચે વાવેતર કરેલા 169 ગાંજાના છોડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે અનિલ ડામોર સામે NDPS એક્ટ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

(અહેવાલ – જય અમીન)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular