નવજીવન ન્યૂઝ. વલસાડઃ Gujarat Corona Cases: રાજ્યમાં હાલ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વાયરલ ઈન્ફેક્શનના (Viral Infection) કેસમાં વધારો થયો છે. બીજીબાજુ એકા-એક કોરોના અને H3N2ના કેસ (Influenza H3N2 Virus Case) પણ સામે આવતા હોસ્પિટલની ઓપીડીમાં ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં (Corona Cases) વધારા જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડમાં (Valsad) કોરાના પોઝિટિવ મહિલાનું મૃત્યુ (Corona Death) થયું છે. મહિલાનું મોત થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડ જિલ્લાના મોગરાવાડીની મહિલાનો કોવિડ રિપોર્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે આ કોરોના પોઝિટિવ મહિલાનું મોત નિપજતાં હડકંપ મચ્યો હતો. કોરોના પોઝિટિવ મહિલાનું મોત થતાં વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જોકે કોરોના પોઝિટિવ મહિલાનું અન્ય કારણોસર મોત થયુ હોવાનું તારણ આરોગ્ય વિભાગનું છે.
અગાઉ વડોદરામાં 68 વર્ષિય કોરોના પોઝિટિવ દર્દીનું SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા વૃદ્ધને અસ્થમા અને હાઈપર ટેન્શનની બીમારી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની ટીબીની પણ સારવાર ચાલી રહી હતી. વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા તેમને SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી તે દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરાનાના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં 402 કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 219 છે. જ્યારે રાજકોટમાં 28, સુરતમાં 25, મોરબીમાં 18, અમરેલીમાં 15, મહેસાણામાં 12, રાજકોટ જિલ્લામાં 12, વડોદરામાં 12, વડોદરા જિલ્લામાં 11, સાબરકાંઠામાં 9, સુરતમાં 7, ગાંધીનગરમાં 6, વલસાડમાં 5, ભરુચમાં 3, જામનગરમાં 3, નવસારીમાં 3, આણંદમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગર જિલ્લામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. જ્યારે બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








