નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં PCBની ટીમે દરોડો (Ahmedabad PCB Raid) પાડીને ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો (International Cricket Betting Racket) પર્દાફાશ કર્યો છે. શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં PCBની ટીમે દરોડો પાડીને ગુજરાતના (Gujarat) ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ (betting racket busted)કર્યો છે. પોલીસને (Ahmedabad Police) ઓફિસમાંથી 1800 કરોડથી વધુના વ્યવહારો તેમજ 500થી વધુ એ.ટી.એમ. કાર્ડ, સીમકાર્ડ અને ચેકબુક, રબ્બર સ્ટેમ્પ સહિતનું સાહિત્ય પણ મળી આવ્યું છે. સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ મામલે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો (Online Cricket Betting) રમાડતા મોટા માથાઓના નામ પણ ખોલતા બુકી આલમમાં ખભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના માધવપુરા વિસ્તારમાં આવેલી સુમેલ બિઝનેસ પાર્ક 6ના જે બ્લોકમાં 128 નંબરની મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં ગઈકાલે રાત્રીના સમયે PCBની ટીમ દ્વારા દરોડો કરાવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન PCBની ટીમે જીતેન્દ્ર હીરાગરા, સતીષ પરીહાર, અંકિત ગેહલોત, નીરવ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડામાં 1800 કરોડથી પણ વધુ પૈસાના વ્યવહાર મળી આવ્યા હતા. ઉપરાંત ઓનલાઈ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનજમેન્ટ કરવા માટે જ આ ઓફિસનો ઉપયોગ કરવામાં આવતો હતો.

PCBના દરોડા દરમિયાન આ ઓફિસમાંથી નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી પણ મળી આવ્યા હતા. દરોડામાં નામચીન બુકીઓના ઓનલાઈન ID પણ મળી આવ્યા છે. PCBના દરોડામાં 536 ચેકબુક, 538 ડેબીટ કાર્ડ, ડેબીટ કાર્ડ સ્વેપિંગ મશીન 14, સીમ કાર્ડ 193, રોકડ નાણા રૂપિયા 50,200 સહિત કુલ રૂપિયા 3,38,670નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઓફિસથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ હેન્ડલિંગ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવજીવન ન્યૂઝ દ્વારા લાંબા સમયથી ઓનલાઈન જુગાર રમાડતી વેબસાઈટ મામલે ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેમાં નવજીવન ન્યૂઝે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર ધંધો છે અને તેના રૂપિયાની હેરફેર ગેરકાયદેસર રીતે ડમી એકાઉન્ટ મારફતે કરવામાં આવી રહી છે. સાથે જ નવજીવન ન્યૂઝે આ વેબસાઈટોની અખબારમાં આવતી જાહેરાતો મામલે પણ અહેવાલ પ્રસિધ્ધ કરી જણાવ્યું હતું કે આ મામલો જુગારનો છે અને તેના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજારો કરોડ રૂપિયા માફિયાઓના હાથમાં પહોંચી જશે. ત્યારે અમદાવાદ પી.સી.બી. દ્વારા ઝડપી લેવાયેલા કાવતરા પરથી નવજીવન ન્યૂઝના તમામ રિપોર્ટ સાચા સાબિત થયા છે.
પકડાઈ ગયેલા આરોપીઓ
જીતેન્દ્ર તેજાભાઈ હીરાગર (ઉ.વ.28) રહે.સાબરમતી, મુળ વતન રાજસ્થાન
સતીષ પોખરાજભાઈ પરીહાર (ઉ.વ.30) રહે. નવા વાડજ, મૂળ વતન રાજસ્થાન
અંકિત દિનેશભાઈ ગેહલોત (ઉ.વ.23) રહે. મેઘાણીનગર, મુળ વતન બનાસકાંઠા
નીરવ કિરીટભાઈ પટેલ (ઉ.વ.25) રહે. નરોડા, મુળ વતન મહેસાણા
વોન્ટેડ આરોપીઓ
ડેવીડ રહે. ઉદયપુર, રાજસ્થાન
નિકુંજ અગ્રવાલ, રહે. શાહીબાગ, અમદાવાદ
કુણાલ રહે. અમદાવાદ
મેસી, રહે રાજસ્થાન
ગરૂડા, રહે. મુંબઈ
રીશી સુગર, રહે. મુંબઈ
સૌરભ ચંદ્નાકર ઉર્ફે મહાદેવ રહે. છત્તીસગઢ, હાલ રહે. દુબઈ
અમીત મજેઠીયા રહે.ગાંધીધામ, કચ્છ, હાલ રહે. દુબઈ
માનુશ શાહ રહે. પાલડી ભઠ્ઠા, અમદાવાદ, હાલ રહે. દુબઈ
અન્ના રેડ્ડી, હાલ રહે. દુબઈ
કમલ
કાર્તિક
જિતેન્દ્ર ઠક્કર
વિવેક જૈન
નિલેશ
તેમજ જુગારની ઓનલાઈન ચાલતી બુકોને પ્લેટફોર્મ પુરુ પાડતી કંપનીના કર્તાહર્તા માલિકો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








