નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM ) ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) કાફલાની તમામ ગાડીઓ (Convoy Car) બદલવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રીના કાફલામાં મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર જોવા મળતી હતી, તેની જગ્યાએ હવે કાફલામાં તમામ ટોયોટા કંપનીની ફોર્ચુનર કાર (Toyota Fortuner Car) જોવા મળશે. કાફલાની કાર બદલવાની શરૂઆતમાં સૌ પ્રથણ મુખ્યમંત્રીની એક જ ફોર્ચ્યુનર કાર લાવવામાં આવી હતી. પણ હવે મુખ્યમંત્રીના કાફલાની તમામ કાર બદલીને ફોર્ચ્યુનર લાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર ગુજરાતના મુખ્યમંત્રીના કાફલા માટે અંદાજે રૂ. 25 કરોડ ખર્ચ થયા હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સ્કોર્પિયો કારને બદલીને ફોર્ચુનર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેમના કાફલામાં હવે તમામ મોંધીદાડ ફોર્ચુનર કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફોર્ચુનર કારની અંદાજીત કિંમત 33 લાખ રૂપિયાની છે. આ તમામ કાર બુલેટપ્રૂફ સહિતની સરક્ષાઓથી સજ્જ છે.
મુખ્યમંત્રીના કાફલામાં હાલમાં જામર લગાવેલી એક જ સ્કોર્પિયો કાર રાખવામાં આવી છે. તેને પણ ટુંક સમયમાં બદલમાં આવે તેવી સંભાવના રહેલી છે. સીએમના કાફલામાં સામાન્ય રીતે છ કાર હોય છે. પરંતું ઈમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવા માટે એક કાફલાને સ્ટેન્ડબાય રાખવામાં આવે છે. જેથી સીએમના કાફલામાં કુલ 12 કાર હોય છે. આ તમામ કાર એક જ મોડલ અને એક જ રંગની હોય છે. મુખ્યમંત્રીના કાફલામાં સ્કોર્પિયો કારને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન લાવવામાં આવી હતી. ત્યારથી હાલ સુધીમાં મુખ્યમંત્રીના કાફલામાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ કાફલામાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કરતા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








