અમેરિકા હવે વિશ્વનો આગેવાન કૃષિ ઉત્પાદક દેશ રહ્યો નથી
રૂ વેપારના એન્જિન ભારત, પાકિસ્તાન અને ચીનમાં વપરાશમાં ભારે ઘટાડો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Cotton price today : અમેરિકા (United States) હવે વિશ્વનો આગેવાન કૃષિ ઉત્પાદક દેશ રહ્યો નથી. આ સ્થાન ટૂંકમાં બ્રાઝિલ (Brazil) લઈ લેશે, આનો અર્થ એ નથી કે અમેરિકાએ સ્પર્ધાત્મકતા ગુમાવી દીધી છે. બે દાયકા અગાઉ બ્રાઝિલ વાર્ષિક માત્ર 30 લાખ ગાંસડી (૨૧૮ કિલો) રૂ (Cotton) ઉત્પાદન કરતું હતું. ૧૦ વર્ષ પછી ઉત્પાદન ૭૫ લાખ ગાંસડીએ પહોચ્યું હતું. આજે ૨૦૨૩માં ઉત્પાદકતા અમેરિકા કરતાં પણ વધી ગઇ છે. વાર્ષિક સરેરાશ ૭૮ ઇંચ વરસાદ પડે છે અને ડ્રાયલેંડ, વરસાદ આધારિત રૂ ઉત્પાદકતા સરેરાશ ૪.૫ ગાંસડી આવે છે, આ સ્તરે બ્રાઝિલ વિશ્વમાં સૌથી સ્પર્ધાત્મકતા ભાવે રૂ વેચી શકે છે.
મુખ્યત્વે ભારત, ચીન અને પાકિસ્તાનમાં રૂ ઉપયોગિતા ઘટતા, ફેબ્રુઆરીએ ૨૦૨૩માં વિશ્વનો કુલ રૂ વપરાશ નજીવો ઘટ્યો હતો. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલીયા ઉત્પાદન ક્ષેત્રે મજબૂત સ્પર્ધામાં રહેશે, જ્યારે વેસ્ટ ટેકસાસમાં દુષ્કાળની સ્થિતિ ૨૦૨૩નું અમેરિકન રૂ ઉત્પાદન કેટલું આવશે, તે નિર્ધારિત કરશે. પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ, નફો ઘટવાને લીધે ખેડૂતોએ રૂને ઓછી જમીન ફાળવી. પરિણામે લક્ષ્યાંકિત ઉત્પાદન ૯૦ લાખ ગાંસડીને બદલે હવે ૪૭.૮ લાખ ગાંસડી અંદાજિત છે. પાકિસ્તાનનું અર્થતંત્ર, કૃષિ અને કાપડ ઉત્પાદન પર નિર્ભર હોવાથી, તેથી આ સમસ્યા મોટો પડકાર બની જવાની.
વિશ્વબજારમાં જાગતિક વપરાશ નવી સમસ્યા બની રહેવાની, ૨૦૨૨માં પ્રથમ છથી ૮ મહિના સુધી રૂ વેપાર ઉત્સાહ પ્રેરક હતો. ત્યાર પછી તે ઘટતો ચાલ્યો અને ફેબ્રુઆરી ૨૦૨૩માં આ વપરાશ નકારાત્મક ઝોનમાં ૧૧૦ ગાંસડી ઘટ્યો હતો. રૂ વેપારના એન્જિન ગણાતા ભારત, પાકિસ્તાન અને ચીનમાં વપરાશમાં ભારે ઘટાડો જોવાયો હતો. સામાન્ય રીતે દર બે વર્ષે વૈશ્વિક રૂ વપરાશમાં ઘટાડો થતો હોય છે, ત્યાર પછીના વર્ષમાં સરેરાશ ૬.૬ ટકાનો ઉછાળો આવતો જોવા મળે છે.
છેલ્લા ૧૫ મહિનાથી ન્યુયોર્ક રૂના વાયદાના ભાવ સરેરાશ ૬૧ સેંટ પ્રતિ પાઉન્ડ આસપાસ રહ્યા છે. નવા પાકના રૂના ભાવ ડિસેમ્બર ૨૦૨૧માં ૮૬ સેંટ હતા, તે મે ૨૦૨૨માં ૧.૩૨ ડોલરની ઊંચાઈએ પહોચ્યા હતા. આખી મોસમ દરમ્યાન ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી, ત્યારબાદ ઓક્ટોબરમાં ૭૨ સેન્ટની બોટમ બની, હવે ભાવ ૮૦ સેંટ આસપાસ સ્થિર થયા છે. સોમવારે ભાવ ૭૭ સેંટ આસપાસ રહયા હતા.
ગત સપ્તાહે કોટન એસોસિયેશાન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે મહારાષ્ટ્ર, તેલંગના અને હરિયાણામાં કમોસમી વરસાદને લીધે ઉત્પાદનમાં ઘટ આવવાની સંભાવના જોતાં ૨૦૨૨-૨૩ની મોસમમાં દેશનું કુલ ઉત્પાદન અંદાજ, ઘટાડીને ૩૧૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) મૂક્યો હતો. ગતવર્ષના ઉત્પાદનનો અંદાજ ૩૦૭.૦૫ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. વર્ષાન્ત પુરાંત, અગાઉ ૩૫.૩૯ લાખ ગાંસડી મુકાઇ હતી, તે હવે ૨૬.૮૯ લાખ ગાંસડી સીએઆઈ દ્વારા મૂકવામાં આવ્યો હતો.
સીએઆઈએ ઓક્ટોબર ૨૦૨૨થી ફેબ્રુઆરીએ ૨૦૨૩ સુધીમાં કુલ પુરવઠો ૧૯૨.૭૩ લાખ ગાંસડી નોંધ્યો છે. જેમાં ૧૫૪.૮૪ લાખ ગાંસડીની આવકો, ૬ લાખ ગાંસડીની આયાત અને ખૂલતી મોસમનો પુરાંત સ્ટોક ૩૧.૮૯ લાખ ગાંસડીનો સમાવેશ થાય છે. એસોસિયેશનનું માનવું છે એ આ ગાળામાં વપરાશ ૧૨૦ લાખ ગાંસડી અને નિકાસ ૮ લાખ ગાંસડી થઈ હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








