Saturday, June 3, 2023
HomeGujaratVadodaraઉધારીમાં વેપાર કરતા પહેલા ચેતજો! આ રીતે લાગ્યો કંપનીને રૂ. 54 લાખનો...

ઉધારીમાં વેપાર કરતા પહેલા ચેતજો! આ રીતે લાગ્યો કંપનીને રૂ. 54 લાખનો ચૂનો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ,વડોદરા: Vadodara Cheating Case: રાજ્યભરમાં છેતરપિંડીની (Fraud) ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો હોય પોલીસે ઈકોનોમિક ઑફેન્સ વિંગ (EOW) જેવો વિભાગ શરૂ કર્યો છે. પરંતુ છતાં પણ વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સા કાબુમાં આવતા નથી. ત્યારે તાજેતરમાં જ વડોદરામાં (Vadodara) એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાપીના (Vapi) એક ઠગે રૂપિયા 54 લાખનો દવાનો માલ મંગાવી વેપારીને ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો અનુસાર વડોદરાની મંજૂસર જી.આઇ.ડી.સી.માં જી.જી.સી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સ કંપની સાથે રૂપિયા 54 લાખની છેતરપિંડી થઈ છે. જેમાં ઠગે જાન્યુઆરી માસમાં એક ઈ મેલ મોકલી કંપનીને મોટા વેપારની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવી છે. જી.જી.સી. કંપનીને જાન્યુઆરી મહિનામાં રાજીવ કપૂર નામના ઠગે મેઈલ મારફતે પ્રેગાબિલીન નામની દવા ખરીદવાની વાત કરી હતી. મેઈલમાં તેણે જણાવ્યું હતું કે તે 300 કિલો પ્રેગાબિલ ખરીદવા માગે છે અને તેનું પેમેન્ટ તે 100 ટકા એડવાન્સમાં ચૂકવી આપશે. આમ કંપની એડવાન્સ પેમેન્ટ અને મોટા ઓર્ડરની લાલચના કારણે છેતરપિંડીની જાળમાં ફસાઈ હતી.

- Advertisement -

બાદમાં ઠગ રાજીવ કપૂરે લાંબા સમય સુધી માલ ખરીદતા રહેવાની લાલચ આપી હતી અને પેમેન્ટ 60 દિવસ બાદ ચૂકવવાનું નક્કી કર્યું હતું. આમ ઠગે ચાર વખત કંપનીને દવાના જથ્થાનો ઓર્ડર આપી માલ મેળવ્યો હતો. પરંતુ બાદમાં પેમેન્ટ માટે કંપનીએ જ્યારે ચેક જમા કરાવ્યો ત્યારે બેલેન્સ નહીં હોવાના કારણે ચેક પરત ફર્યા હતા. કંપની છેતરાઈ ગઈ હોવાની આશંકા જતા તેમણે રાજીવને ફોન કર્યા હતા પરંતુ તેણે ફોન પણ બંધ કરી દીધા હોય કંપનીની આશંકા સાચી ઠરી હતી.

આ મામલે જી.જી.સી. કંપનીના બિઝનેશ ડેવલપમેન્ટ એક્ઝિક્યૂટીવ હર્ષ પાંડે દ્વારા રાજીવ કપૂર વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો છે. સાથે જ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી રાજીવના એડ્રેસ પર ફાર્માસ્યૂટિકલ કંપની નહીં પણ ઈલેક્ટ્રિકની દુકાન છે. ગંભીર ગુનાની ફરિયાદ મળતા જ પોલીસ આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળી રહી છે.

TAG: Vadodara Crime News, Vadodara Cheating Case

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular