Monday, April 20, 2026
HomeGeneralઆવતીકાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા, જાણો અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

આવતીકાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા, જાણો અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આવતી કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસે કમિશનરે બોર્ડની પરીક્ષા અંગે જાહેરનામાં જણાવ્યુ છે કે પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર પર પાબંધી આપવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેરનામું 28 માર્ચથી 12 એપ્રિલ સુધી અમલમાં રહેશે. ઉપરાંત પરીક્ષા સ્થળ પર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે.



આવતી કાલથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બિલ્ડીંગોની ચકાસણી, સીસીટીવી કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ન રાખવા દેવા માટે અધિકારો ચકાસણી કરશે. જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિ વગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફીસરો, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો આપવામાં આવ્યા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular